કેન્દ્રીય વિદ્યાલયમાં ગરીબ બાળકના એડમિશનને લઇ શિક્ષણમંત્રીએ હાથ ખંખેર્યા

636

ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો પોતાની રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે. પરંતુ આજે બુધવારે સચિવાલયના પ્રટાંગણમાં એક ૧૫ વર્ષીય અરજદાર પણ જોવા મળ્યો હતો. જે પોતાના અને પોતાની બહેનના કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે અરજી કરવા માટે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિવેક પોતાનું અને પોતાની બહેનના એડમિશનની રજૂઆત કરવા માટે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો હતો. ૧૫ વર્ષીય વિવેક કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન ન મળતા ગાંધીનગર સચિવાલયમાં પહોંચ્યો હતો. પરંતુ અહિંયા પણ તેને નિરાશા હાથ લાગી હતી. શિક્ષણમંત્રીના કાર્યાલય, કલેક્ટરની ભલામણ છતા પણ તેને એને તેની બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન મળ્યુ ન હતું.

૧૫ વર્ષીય વિવેકના પિતા પ્લંબર કામ કરે છે અને તેઓ ફી ભરી શકે એમ નથી. અહિંયા તમને જણાવી દઇએ કે, કલેક્ટરનો આદેશ હોવા છતાં તેને અડમિશન મળી રહ્યું નથી. અને તેના શ્રમિક માતા-પિતા ભ્રષ્ટ તંત્ર સામે લાચાર બની ગયા છે. ખુદ કલેક્ટર વિક્રાંત પાંડે વિદ્યાર્થીના એડમિશન માટે પ્રયત્નશીલ છે. આથી અહિંયા સવાલ એ પણ ઉભો થાય છે કે, કેન્દ્રીય વિદ્યાલયોમાં શું શ્રીમંતોના બાળકોને જ પ્રવેશ મળે છે.

આજે બુધવારે વિવેક સિક્ષણમંત્રીને મળ્યો હતો. જ્યા આખરે વિવેકને શિક્ષણમંત્રી પાસેથી નિરાશા મળી છે. વિવેકને મળ્યા બાદ શિક્ષણમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું હોવાથી અમે ન કરી શકીએ.

Previous articleટાટ ૧નું પરિણામ ૩ મહિને પણ જાહેર ન થતાં ઉમેદવારો રોષિત
Next articleગુજરાતનો સ્થાપના દિવસ : ગુજરાત પ૯ વર્ષનું થયું