ત્રાસવાદીઓને હુમલા કરવા એક નબળી સરકારનો ઇંતજાર : મોદી

524

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખીને કોંગ્રેસ અને બસપ તથા સપા ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં લાંબા ગાળા બાદ પહોંચ્યા હતા. પાંચ વર્ષના ગાળામાં દેશમાં કોઇપણ જગ્યાએ ત્રાસવાદીઓ હુમલા કરવામાં સફળ રહ્યા નથી તેવો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદીઓ સામે ખુબ કઠોર નીતિ અપનાવી છે.

મોદીએ આજે અયોધ્યાની રેલીમાં રામ, રામાયણથી લઇને આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર દ્વારા ત્રાસવાદીઓ સામે અતિકઠોર પગલા લેવામાં આવ્યા છે જેથી તેમની કમર તુટી ગઈ છે. શ્રીલંકામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, શ્રીલંકામાં હાલમાં જે કંઇ ઘટના બની છે તેવી સ્થિતિ ૨૦૧૪થી પહેલા ભારતમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારના હુમલાઓ થઇ રહ્યા નથી. ફૈઝાબાદમાં કઇરીતે બ્લાસ્ટ થયા હતા તેને કોઇ ભુલી શકે તેમ નથી.

નવા હિન્દુસ્તાને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવા માટેની રણનીતિ અપનાવી છે. સપા અને બસપા ગઠબંધન ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું તું કે, મહામિલાવટી ફરી એકવાર મજબૂર સરકાર બનાવવાની રાહ જોઇ રહ્યા છે. બીજી બાજુ આતંકવાદીઓ પણ મજબૂર સરકારની જ રાહ જોઈ રહ્યા છે. મજબૂર સરકાર બનતાની સાથે જ આતંકવાદીઓ ફરીવાર હુમલાઓ કરી શકે છે.

અયોધ્યામાં ગૌરીગંજના માયાબજારમાં રેલીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો તો અને કહ્યું હતું કે, આતંકવાદીઓની ફેક્ટ્રીઓ પડોશમાં હજુ પણ ચાલી રહી છે. આતંકવાદી હજુ સુધર્યા નથી. યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. આતંકવાદીઓના ખાત્મા માટે હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. ત્રાસવાદીઓ દેશમાં નબળી સરકારની રાહ જોઇ રહ્યા છે. તક મળતાની સાથે જ હુમલા કરી શકે છે. સાવધાનીમાં ચુક થવાની સ્થિતિમાં જે રીતે હાઈવે ઉપર અકસ્માત થઇ શકે છે તેવી જ રીતે ત્રાસવાદ સામે પણ સાવચેત રહેવાની જરૂર છે. સપા અને બસપા ગઠબંધન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. સપા, બસપા અને કોંગ્રેસનું વલણ આતંકવાદીઓને લઇને ખુબ નબળું રહ્યું છે જેથી સાવચેતી જરૂરી છે. મોદીએ આ રેલીમાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં દિપક તો હજારો વર્ષોથી પ્રગટાવવામાં આવે છે પરંતુ હવે જે દિવાળી મનાવવામાં આવે છે તેની નોંધ સમગ્ર દુનિયા લઇ રહી છે. દેશના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતં કે, દેશને વધુને વધુ મજબૂત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સપા અને બસપાએ લોહિયા અને બાબાસાહેબના આદર્શોને માટીમાં નાંખી દીધા છે. છેલ્લા ૭૦ વર્ષથી દરેક ચૂંટણીમાં ગરીબી હટાવોનું વચન આપનાર કોંગ્રેસને શ્રમિકોની બિલકુલ ચિંતા નથી. મોદીએ અયોધ્યા ઉપરાંત કોસાંબીમાં પણ સભા યોજી હતી જ્યાં સપા અને કોંગ્રેસની મિત્રતા ઉપર પ્રહાર કરતા મોદીએ ક્હયું હતું કે, ૨૦૧૭ની ચૂંટણીમાં બે કાળી જેકેટ પહેરીને ચારેબાજુ ફર રહ્યા હતા. આજે બંને કાળી જેકેટ પહેરીને ફરનાર એકબીજાના દુશ્મન બની ચુક્યા છે. કુંભનો ઉલ્લેખ કરતા તેમણે કહયું હતું કે, એક પછી એક સફળતા હાંસલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીને તો હવે ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવાર પણ મળી રહ્યા નથી. જે લોકો ૮ સીટો પર ચૂંટણી લડવા તૈયાર થયા તે પણ વડાપ્રધાન બનવા માટે ઇચ્છુક બની ગયા છે.

Previous articleગુજરાતનો સ્થાપના દિવસ : ગુજરાત પ૯ વર્ષનું થયું
Next articleપ્રચંડ તોફાનમાં ફની ફેરવાયા બાદ ભારે વરસાદ થશે : તોફાનનું સંકટ