અક્ષર પ્રકાશદાસ સ્વામી પર હુમલા થતા જોરદાર ઉત્તેજના

1293

ભાવનગર જિલ્લાના બોટાદના ઢસામાં આવેલા સ્વામિનારાયણ ગરૂકુળમાં ચોરી કરવાના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ અક્ષરપ્રકાશદાસજી સ્વામી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હુમલાને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તો, હરિભકતોમાં સ્વામીની તબિયતને લઇ ચિંતા પ્રસરી હતી. ગઇ મોડી રાત્રે બનેલી ઘટનામાં એકથી વધારે અજાણ્યા શખ્સોએ સ્વામી પર ચારથી પાંચ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા, જેમાં તેઓને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના બોટાદના ઢસા ખાતેના સ્વામિનારાયણ ગુરૂકુળમાં મોડી રાત્રે કેટલાક હથિયારધારી અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા પરંતુ અક્ષરપ્રસાદ સ્વામી જાગી જતાં તેમણે અજાણ્યા શખ્સોના આ પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આવેલા શખ્સોએ તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો બોલી દીધો હતો. આ શખ્સો દ્વારા સ્વામી અક્ષરપ્રકાશદાસજી સ્વામીને ચારથી પાંચ જેટલા ઘા તીક્ષ્ણ હથિયાર વડે મારી દેતાં સ્વામી લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતા. બીજીબાજુ, આરોપી શખ્સો નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં ગુરૂકુળના અન્ય સેવકો અને સ્ટાફના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ સ્વામીને સારવાર માટે ૧૦૮ મારફત ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ એસ.પી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ હુમલાને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

Previous articleધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ આજે જાહેર
Next articleરાજયમાં RTE પ્રવેશ પ્રક્રિયામાં ધાંધિયા