કોઇપણ સંકલ્પમાં પૂર્ણ પરમાર્થ નો ભાવ હોવો જોઈએ-સ્વામી નિત્યસ્વરૂપદાસજી

874
bvn1812018-10.jpg

ભાવનગર-રાજકોટ હાઈવે પર ચિત્રા સ્વામિનારાયણ મંદિરે પ્રારંભ થયેલી ભાગવત કથાના આઠમાં દિવસે સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ કથામાં ભગવાન કૃષ્ણની બાળલીલાના વર્ણનની  સાથે સાથે કાળીનાગ દમન ની કથા નું વર્ણન કરતા કહ્યું કે કૃષ્ણ ભગવાન પોતાના સખા સાથે ગેડી દડા રમતા સમયે દડો યમુના નદીના ઊંડા જળ માં જતા તેને બાળ કૃષ્ણ લેવા માટે જાય છે અને એક લીલા ના ભાગ રૂપે ભગવાન કૃષ્ણ કાળીનાગ ને નાથી તેને ત્યાંથી અન્યત્ર જવા કહી લોકોને ભય મુક્ત કર્યા હતા અને યમુનાજીના જળ ને વિષ મુક્ત કર્યું હતું.તેમ કહેતા સ્વામી નિત્યસ્વરૂપદાસજી એ કહ્યું હતું કે હાલ જે રીતે સરકાર દ્વારા ગંગા નદી ને શુદ્ધ કરવા ગંગા શુદ્ધિકરણ અભિયાન ચાલી રહ્યું છે તે જ રીતે યમુના શુદ્ધિકરણ અભિયાન પણ ચલાવવા ની ખાસ જરૂર છે.હાલ યમુના નદીમાં મોટા મોટા ઉદ્યોગોનું દુષિત પાણી છોડવામાં આવે છે જેથી યમુના નદી ને પણ શુદ્ધ કરવી જરૂરી છે. સાથે સાથે શરીર ના શુદ્ધિકરણ માટે લોકોને વ્યસનમુક્ત બનવા અપીલ કરી હતી. કથાના આજના દિવસે બોટાદ થી અખંડ સ્વામી-નિર્ભય સ્વામી-સિહોર મોંઘીબા ની જગ્યાના જીણારામ બાપુ-ચોગઠ વાળા રામભાઈ રાવલ-દેવગણા ત્રિવેણી આશ્રમના મહંત ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.જયારે આ કથા દરમ્યાન ત્રણ દિવસ બાંભણિયા બ્લડ બેંક દ્વારા અને ત્રણ દિવસ ભાવનગર બ્લડ બેંક દ્વારા કથા સમય દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા.આ કથામાં વિશાળ સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને કથાનું રસપાન કર્યું હતું.

Previous articleવિશુધ્ધાનંદ વિદ્યામંદિરમાં મોડેલ પ્રદર્શન
Next articleશહેરમાંથી ડસ્ટબીન હટાવાયા