ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફુટપાથ અને સર્કલો પર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ભીના અને સુકા કચરા માટેના ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા પરંતુ કેટલાક આવારા અને ટીખળી લોકો તેને તોડી નાખવા સહિત નુકશાન કરતા હોય મોતીબાગ રોડ, ગંગાજળીયા તળાવ, હેવમોર સહિતના કેટલાક વિસ્તારોમાંથી આવા ડસ્ટબીન તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા.