ભાવનગર મહાપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમીના હુકમ આપવા તેમજ બાકી રહેતા રોજમદારોને સળંગ રોજમદારી આપવી સહિતના લાભો તેમજ બિમાર, અશક્ત સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા સહિતની માંગણી સાથે આજે મઝદુર સંઘની આગેવાની હેઠળ સફાઈ કામદારોએ મહાપાલિકા પટાંગણમાં એકઠા થઈને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.