સુરત હોસ્પિ.માં માતા-પિતાએ બાળકો બદલાયાનો આરોપ મુક્યો, DNA ટેસ્ટ કરાશે

545

સુરત શહેરની સિવિલ હોસ્પિટલનાં એનઆઈસીયુ વોર્ડમાંથી નવજાત બાળક બદલાયાનો માતાપિતાએ આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ સિવિલ તંત્ર આ વાતનો ઇન્કાર કરે છે અને કહે છે આમાં અમારી કોઇ જ ભૂલ નથી. આ બાળકનું ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે જેનાથી આ મામલામાં સ્પષ્ટતા થશે.

આ અંગે સ્પષ્ટતા કરતા સિવિલ હોસ્પિટલનાં આરએમઓ, કેતન નાઇકે જણાવ્યું કે અને સ્પષ્ટતામાં કહે છે કે આ બાળકની ડિલીવરી કોઇ ખાનગી હોસ્પિટલમાં થઇ હતી અને પછી તેને અહીં લાવવામાં આવ્યું હતું. આ નવજાત બાળકી જ હતી પરંતુ ખાનગી હોસ્પિટલની ભૂલને કારણે ફોર્મમાં ફીમેલને બદલે મેલ લખી દેવામાં આવ્યું હતું. આમાં અમારી કોઇ ભૂલ નથી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાંડેસરા ગુ.હા.બોર્જ ખાતેનાં મહાદેવનગરમાં રહેતા રાજેશ પટેલની પત્ની નયનાએ ગત બુધવારે સાંજે લવલી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ શ્વાસની તકલીફથી પીડિત બાળકને વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જો કે બીજા દિવસે તેમનો બાળક બદલાયાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ પછી પોલીસે જણાવ્યું કે, ’બાળક અને તેના માતાપિતા સાથે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તે પછી જ ખ્યાલ આવશે કે આ બાળક કોનું છે.’

Previous articleપતિએ પત્નીનું ગળું કાપ્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Next articleઉમિયા માતાજીનો ૧૬મો પાટોત્સવ ૧૭મીએ ઉજવાશે