ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

649

જનરલ બોર્ડ બેઠક મળશે ચર્ચાને અવકાશ નથી

ભાવનગર મહાપાલિકાના જનરલ બોર્ડની બેઠક તા.૨૨ ને બુધવારે સાંજના ૪ વાગે મળશે. દરેક માસમાં એક સભા મળતી જોઇએ તે રીતે આ સભા પણ મળશે.

ખોડીયાર તળાવ ઉંડું ઉતારવામાં આવશે

ભાવનગર મહાપાલિકાના ખોડીયાત તળાવને ઉંડુ ઉતારવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થશે. આજે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેેન પાસે તળાવ ઉંડુ ઉતારવા રજુઆત આવતા તેમણે વોટર વર્કસ અધિકારીને તાકિદની સૂચના કરી છે.

પાણીની લાઇનનો વાલ ફેઇલ થતા પાણી વગર વલખા મારતા લોકો

ડાયમન્ડ ચોક (ડોન) વિસ્તારમાં પાણીનો વાલ ફેઇલ થતા જમનાકુંડ વિગેર ેવિસ્તારોમાં પાણી પૂરવઠો સદંતર ન દેવાતા પાણી વગર લોકોએ વલખા મારવા પડ્યા હતા. આ વાલ ફેઇલ થતા વોટર વર્કસ એન્જીનીયર દેવમોરારીએ જણાવ્યું હતું કે અમે બે કલાકમાં જ વાલ રિપેર કરી નાખ્યો હતો. પણ લોકોને ૧૧ વાગ્યા પછી પાણી આપી શક્યા નથી. તેવો નબળો બચાવ કર્યો હતો. જો કે લોકોમાં પાણી પૂરવઠો બંધ રહેવાની વાતે વોટર વર્કસ તંત્ર અન્ય વિકલ્પે લોકો માટે પાણીની વ્યવસ્થા કરી શકેલ નથી. તેની લોકોમાં ચર્ચા જાગી હતી.

મેયર ચેમ્બરે બે લાલ લાઇટ હતી વાત હતી પાંજરાપોળની સામાન્ય બેઠક

મેયર ચેમ્બરે પાંજરા પોળ અંગે મહત્વ પૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં પાંજરા પોળના ટ્રસ્ટીઓએ ઢોરો અંગે ચર્ચા કરેલ બેઠકમાં ડા.કમિ.ગોવાણી હાજર રહેલ. જો કે પાંજરાપોળ મુદ્દે આવી બેઠક વેળા મેયર ચેમ્બરે બે લાલ લાઇટ ચાલુ જોઇને અરજદારો અને નગરસેવકો એવી પૂછપરછ કરી રહ્યા હતા શું કાંઇ ખાસ બેઠક છે શું ?! ચેમ્બર બહાર લાંબા સમય સુધી અરજદારો બેઠેલા જોવા મળેલ જેની સેવકગણમાં પણ ચર્ચા થવા પામેલ.

વિપક્ષ નેતાએ લાલ લાઇટવાળી મીટીંગની પૂછપરછ કરી

મેયર ચેમ્બરે શું આ લાલ લાઇટો છે આ શાની મીટીંગ છે એવી કોંગી વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલે પૂછપરછ કરીને આ લાલ લાઇટ વાળી મીટીંગમાં ગોહિલ ગયા હતા. એન પાંજરાપોળ બેઠકમાં ચર્ચા કરી હતી.

ઘરવેરા વિભાગની મળેલી ખાસ બેઠક

ભાવનગર મહાપાલિકા ઘરવેરા વિભાગની ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં વિભાગના અધિકારીઓ હાજર રહેલ અને પાંચ ટકા રિબેટ આવક અને અન્ય મુદ્દાની ચર્ચાઓ કરેલ. આસિ.કમિ. ફાલ્ગુનભાઇ શાહ હાજર રહ્યા હતા.

Previous articleરાજુલા – જાફરાબાદમાં બાબર જ્ઞાતિનો સાતમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
Next articleધાતરવાડી ડેમમાંથી બનતી નવી કેનાલમાં કામમાં લોટ પાણી લાકડા