મોદી સરકારને હટાવવા માટે કોંગ્રેસ વડાપ્રધાન પદ માટે કુરબાની આપવા તૈયાર

445

લોકસભા ચૂંટણીમાં ભલે હજુ એક તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કોંગ્રેસે બહુમતી ના મળવાની સ્થિતિમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. એટલું જ નહીં કોંગ્રેસનું કહેવું છે કે જો તેને ગઠબંધનમાં પીએમનું પદ નહીં મળે તો પણ તેમને કોઇ સમસ્યા નથી. કોંગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદે કહ્યું કે પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ્ય એનડીએને કેન્દ્રમાં ફરી એકવખતથી સરકાર બનાવતા રોકવાનું છે. આઝાદે કહ્યું કે અમે પહેલાં જ અમારું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકયા છીએ. જો કોંગ્રેસના પક્ષમાં સહમતિ બને છે તો અમે નેતૃત્વ સ્વીકારીશું. પરંતુ અમારું લક્ષ્ય હંમેશા એ રહ્યું છે કે એનડીએની સરકાર સત્તામાં પાછી ફરવી જોઇએ નહીં. અમે સર્વસહમતિથી લેવાયેલા નિર્ણયની સાથે જઇશું. કોંગ્રેસ લીડરની આ વાત પરથી સંકેત જાય છે કે પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ ખાસ ઉત્સાહિત દેખાઇ રહ્યા નથી અને ભાજપને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટો ત્યાગ આપવા માટે પણ તૈયાર છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જ્યાં સુધી અમને પીએમનું પદ ઓફર કરાતું નથી ત્યાં સુધી અમે કંઇપણ કહીશું અને કોઇપણ જવાબદારી સંભાળવા પર અમને કોઇ વાંધો નહીં હોય. આપને જણાવી દઇએ કે ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારના રોજ વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો તેને સામાન્ય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે તો પીએમ પદના પોતાના ઉમેદવારની જાહેરાત કરે.

કોંગ્રેસના સિનિયર લીડર કપિલ સિબ્બલે થોડાંક દિવસ પહેલાં કહ્યું હતું કે તેમની પાર્ટીને બહુમતી મળવાના ચાન્સ નથી. એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા એ કહ્યું હતું કે કોંગ્રેસને પોતાના દમ પર બહુમતી મળવાના ચાન્સ નથી.

પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે. એટલું જ નહીં કપિલ સિબ્બલે કહ્યું કે જો કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં ૨૭૨ સીટો મળી તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે નોમિનેટ કરવા જોઇએ.

Previous articleપુલવામા : અથડામણમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા
Next articleગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ