ચાર દિવસથી સજ્જડ બંધ માઉન્ટ આબુ ચૂંટણી જાહેર થતાં ધમધમ્યું

2091

માઉન્ટઆબુમાં બાંધકામોની મંજૂરી માટેનો પ્રતિબંધ ઉઠાવી લેવા રાજસ્થાન સરકાર સામે આખું આબુ મેદાને પડ્યું હતું. પાછલા ૪ દિવસથી માઉન્ટ આબુની એક પણ દુકાન ખુલી ન હતી. શનિવારે આબુ સંઘર્ષ સમિતિનું પ્રતિનિધિ મંડળ સિરોહી કલેકટરને મળ્યું હતું જેમાં જિલ્લા કલેકટરે આશ્વાસન આપ્યું હતું. દરમ્યાન એજ સમયે ચૂંટણી જાહેર થતા બજારો ખોલવાનો સામુહિક નિર્ણય લેવાયો છે. આજે રવિવારથી બંધ બજારો ફરી ધમધમી ઉઠી.

૪ દિવસથી આખું આબુ બંધ હોવાના લીધે ભેંકાર ભાસી રહ્યું છે. રસ્તાઓ પણ સુના છે. જનજીવન ઠપ્પ છે. વાહનોની અવરજવર બિલકુલ બંધ છે એકલ દોકલ પ્રવાસીઓ પોતાના વાહનમા આવીને જતા રહે છે કોઈ પણ રહેવાની, જમવાની કે ચા નાસ્તાની સુવિધા પણ ન હોવાથી આબુના હાલ બે હાલ છે. પ્રતિદિન આબુમાં ૩ કરોડનું નુકસાન થઈ રહ્યાનો અંદાજ છે. સોમવારે આબુ સંઘર્ષ સમિતિના સભ્યો સિરોહી કલેકટર અનુપમા જોરવાલ વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે બેઠકમાં કલેકટરે આશ્વાસન પાઠવ્યું હતું અને પોતે પણ બાયલોઝ મજૂર થાય તે હિતમાં હોવાનું જણાવ્યું હતું.આ મામલો રાજ્ય સરકારમાં જયપુર સ્થિત સ્વાયત શાસન વિભાગમાં આવતો હોઈ ત્યાં જિલ્લા કલેકટરે પત્ર પાઠવી દીધું હતું.