૧૨૦ કરોડના વિદ્યુતનગર કૌંભાડ કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ

540

પુન્દ્રાસણની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપના નામે ૧૨૦ કરોડના કથિત કૌભાંડ કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. કેસમાં ચિટિંગનો ભોગ બનેલા લોકોની સંખ્યા અને આંકડો વધુ હોવાથી આ કેસમાં એસડીપીઓ, સીપીઆઈ, એલસીબી પીઆઈ અને પેથાપુર પીએસઆઈ તપાસ કરશે. કેસના આઈઓ એલસીબી પીઆઈને રખાયા છે.

૨૦૧૧માં ટાઉનશીપની સ્કીમ શરૂ કર્યા બાદ ૧૨૦૦ સભાસદોને પ્લોટ આપવાનું કહીને ૯ થી ૧૧ લાખ લેવાયા હતા. જે બાદ સભાસદોને પ્લોન ન ફળવાતા આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કૌભાંડમાં સંડોવાયેલા છ શખ્સો પૈકી અશોક પટેલની શનિવાર રાત્રે ધરપકડ કરાઇ હતી. તેને કોર્ટમાં રજુ કરાતા ૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય શખસ પ્રવિણ ભીખાભાઇ પાનસરીયાની રવિવારે ધરપકડ કરી હોવાથી તેને સોમવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે તેના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ પર સ્ટેની અરજી આરોપીના વકીલે કરતાં કોર્ટે તેને પણ ફગાવી દીધી હતી. મળેલી વિગતો પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી લડત આપતા સભાસદોએ અત્યાર સુધી પોલીસ વિભાગથી લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ચૂક્યા હતા. છતાં એક યા બીજા કારણે આ કેસની ફરિયાદ નોંધાતી ન હતી. જેને પગલે છેલ્લે થાકેલા સભાસદો વતી એડવોકેટ અલ્પા એ. પ્રજાપતિએ હાઈકોર્ટમાં સ્પેશિયલ અરજી કરી હતી. જેમાં જજ સોનિયાબેન ગોકાણી દ્વારા એફઆઈઆર નોંધવા માટે ઓર્ડર કરતાં આખરે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Previous articleજરૂરીયાત મુજબ રાસાયણીક ખાતરનો સ્ટોક કરી રાખવા વિક્રેતાઓને સૂચના
Next articleનવનિર્મિત સેશન્સ કોર્ટમાંથી ૬૪ નળની ચોરી, ચોર પકડાયો