ગાંધીનગરમાં મહાવીર સ્વામીની મૂર્તિમાં થયો ચમત્કાર, વિજ્ઞાનના માટે પણ કોટડારૂપ ઘટના

615

અમદાવાદ – ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે.

ગાંધીનગરના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સૂર્ય તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો તે નજારો જોવા માટે ઉમટી પડતા હોય છે. આ પ્રસંગને ખાસ માનવામાં આવે છે. આજે બપોરે ૨.૦૭ મિનિટે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર સૂર્યતિલક થયું હતું.

આ પ્રસંગને વિજ્ઞાન અને ધર્મને જોડતો અદભૂત સમન્વય માનવામાં આવે છે. છેલ્લાં ૩૦ વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં એક જ દિવસે જોવા મળે છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે.

દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાને માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યારે દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં પ્રતિ વર્ષ આ અલૌકિક દ્રશ્ય રચાય છે. તમને જણાવી દઇએ કે, અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની ૪૧ ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.

 

Previous article૨૫૭ કિ.ગ્રા. અખાદ્ય કેરીનો નાશ કરાયો, ૬૪૭ કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરાયું
Next articleશહેરના ફૂટપાથની નબળી કામગીરી : ભ્રષ્ટાચારની આશંકા