અમિત શાહ અને સી.જે.ચાવડા સિવાય તમામની ડિપોઝિટ ડૂલ, ત્રીજા નંબરે નોટાને મત

837

લોકસભાની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠકોમાની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જંગી બહુમતી સાથે વિજયી થયા છે.

આ બેઠક પર કુલ ૧૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ભાજપના પ્રતિસ્પર્થી કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા સિવાય તમામ ઉમેદવારોને ખુબ જ ઓછા મત મળતા તમામની ડિપોઝિટ જપ્ત થઈ જશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રીજા નંબરે નોટામાં મત પડ્‌યા હતા. ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને ૮૮૮૨૧૦ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને ૩૩૩૬૪૨ મત મળ્યા છે. જ્યારે નોટામાં ૧૩૯૫૪ મત પડ્‌યા છે. તે સિવાયના તમામ ૧૫ ઉમેદવારોને ૭ હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર ૬૮૭ મત મળ્યા છે.

Previous articleJEE અને નીટ મુજબ ધો. ૧૧ અને ૧૨ની શિક્ષણ પદ્ધતિ રાખવા માંગ
Next articleમોદીની વિપક્ષો પર ‘સર્જીકલ સ્ટ્રાઈક’