ગ્રેસીંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ નહિં આપવા રજુઆત

492

ગુજરાત બોર્ડ દ્વારા વર્ષે ધો.૧૨ સાયન્સના પરિણામમાં ફીઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ૧૦થી૧૨ માર્કસનું ગ્રેસિંગ અપાયુ છે. ગ્રેસિંગને લીધે અનેક વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને ૫૦ ટકા માર્કસ મેળવ્યા છે. નીટમા ક્વોલીફાઈંગ માટે અને મેડિકલ પ્રવેશ માટે ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયલોજીમાં ૫૦ ટકા માર્કસ જરૃરી છે ત્યારે અનેક વાલીઓએ સરકારને રજૂઆત કરી છે કે ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે લાયક ન ગણી શકાય.

એમસીઆઈ દ્વારા મેડિકલ પ્રવેશ માટે અને નીટમાં ક્વોલીફાઈ માટે જાહેર કરાયેલા નિયમો મુજબ વિદ્યાર્થીએ જે તે બોર્ડની પરીક્ષામાં ફીઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયમાં ૫૦-૫૦ માર્કસ મેળવવા જરૃરી છે. દરેક વિષય ઉપરાંત કુલ ૫૦ ટકા એગ્રિગેટ માર્કસ મેળવવા પણ જરૃરી છે.

જો કે એમસીઆઈ દ્વારા ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે લાયક ગણાશે કે નહી તે બાબતે નિયમોમાં કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ વાલીઓએ સરકારને આ મુદ્દે રજૂઆત કરતા ગ્રેસિંગ મુદ્દે મોટો વિવાદ થયો છે અને સરકાર સમક્ષ પણ પ્રથમવાર ગ્રેસિંગને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે મળતી માહિતી મુજબ સોમવાર સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને મેડિકલ એજ્યુકેશન કમિશનરની પ્રવેશ સમિતિ સાથે  આ મુદ્દે બેઠક મળનાર છે.જેમા ગ્રેસિંગ મુદ્દે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક કરી શકાય કે નહી તે મુદ્દે ચર્ચા કરાશે.

મહત્વનું છેકે આ વર્ષે ૧૨ સાયન્સમાં બોર્ડે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ગ્રેસિંગ આપ્યુ છે. પરંતુ બોર્ડ દ્વારા કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્કસ સુધીનું ગ્રેસિંગ અપાયુ છે તેની કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી કે જાહેર પણ કરવામા આવ્યુ નથી.જે વિદ્યાર્થીઓ ગ્રેસિંગ વાર બોર્ડમાં પાસ થયા છે તેમના વાલીઓ દ્વારા ગ્રેસિંગને લઈને ઉગ્ર વિરોધ કરાયો છે અને ગ્રેસિંથી અન્ય વિદ્યાર્થીઓને નીટમાં તેમજ મેડિકલ પ્રવેશમાં અન્યાય થશે તેવી પણ ફરિયાદો કરવામા આવી છે.

Previous articleપ્રચાર માટે સ્મશાનની બહાર પણ બોર્ડ લગાવ્યા હતા જે હવે તેમના માટે જ જાણે યથાર્થ સાબિત થયા
Next articleગુજરાતમાંથી રૂપાલા, ભાભોર, સી. આર. પાટીલ અને પૂનમ માડમ મંત્રી બની શકે છે