ભર ઉનાળે ત્રિપૂરામાં આવ્યું પૂર,૧ હજારથી વધુ લોકો ઘરવિહોણાઃ અસંખ્ય લોકોને અસર

666

મૂશળધાર વરસાદ બાદ ત્રિપુરાની માનુ, જુરી, કાકતતી નદીમાં પાણીનું સ્તર વધી જવાને કારણે સ્થિતી ગંભીર બની છે. પૂરના કારણે  ઉત્તર ત્રિપુરા સાથે ઉનાકોટિ અને ધલાઈ જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. સરકારી આંકડાઓ પ્રમાણે, પૂરના કારણે ૧૦૩૯ ઘર બરબાદ થઈ ગયા છે. જીવ બચાવવા માટે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. પૂરના કારણે ત્રિપુરાના ૮ જિલ્લાઓમાં સ્થિતી ગંભીર બની છે, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે ત્રિપુરા સ્ટેટ રાઈફલ અવે રાજ્ય, જિલ્લા તંત્રની ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ૯ સ્પીડ અને ૪૦ રેસ્ક્યૂ બોટો બચાવ કાર્યમાં લાગી ગઈ છે. દ્ગડ્ઢઇહ્લના પ્રમાણે, માનુ, જુરી અને કાકતી નદીનું જળસ્તર ખતરાનું નિશાન પાર કરી ચુક્યું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, ઘણા લોકો તેમના ઘરોમાં ફસાઈ ચુક્યા છે. બચાવ કાર્યમાં લાગેલી ટીમ તેમને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે અને રાહત કેન્દ્રોમાં ખસેડી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પ્રમાણે, સૌથી વધારે નુકસાન ધુલાઈ જિલ્લામાં થયું હતું. ઉનાકોટિનાં ૩૩૮ ઘર તબાહ થયા હતા જ્યારે ઉત્તર ત્રિપુરામાં અહીં આકંડો ૩૮૧ છે. સરકારના રાહત કેમ્પોમાં ૭૦૦થી વધુ લોકો શરણાર્થી તરીકે રહી રહ્યા છે. હવામાન વિભાગના કહ્યા પ્રમાણે, હાલ પણ હવાની ગતિ ૩૦-૪૦ કિમી પ્રતિ કલાક છે. હવામાનમાં સુધારાની પરિસ્થિતી જોવા મળી રહી નથી.

Previous articleકેજરીવાલ હારની જવાબદારી સ્વીકારી પાર્ટીના સંયોજક પદેથી રાજીનામું આપેઃ અલકા લાંબા
Next articleગેહલોત, કમલનાથ, ચિદમ્બરના પુત્ર મોહને કારણે પાર્ટીએ પરિણામ ભોગવવું પડ્યુ : રાહુલ ગાંધી