રાફેલ આવતા જ પાકિસ્તાનની સરખામણીએ ભારતની તાકાત વધી જશેઃ બી.એસ.ધનોઆ

476

ભારતીય વાયુસેનાના ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ પંજાબનાં બઠિંડાની પાસે ‘મિસિંગ મેન ફોર્મેશન’માં ઉડાન ભરીને કારગિલ યુદ્ધમાં ૨૦ વર્ષ પહેલાં શહીદ થયેલાં સ્ક્વાડ્રન લીડર અજય આહૂજાને શ્રદ્ધાંજલિ આપી હતી. આહૂજાને કારગિલ યુદ્ધ દરમ્યાન પોતાના અદમ્ય સાહસ માટે પરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ભારતીય વાયુસેનાનાં પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યુ હતુકે, વર્ષ ૨૦૦૨માં ઓપરેશન પરાક્રમ દરમ્યાન પાકિસ્તાન પાસે ક્ષમતા ન હતી. ત્યાર બાદ તેમણે પોતાની ટેક્નોલોજીને અપગ્રેડ કરી હતી. પરંતુ રાફેલનાં આવતા જ ફરી ભારતની તાકાતમાં વધારો થઈ જશે. બઠિંડાના બહારનાં વિસ્તાર ભિસિયાના એર બેસથી ઉડાન ભરીને ‘મિસિંગ મેન’ની આકૃતિ બનાવી હતી. જેમાં એર માર્શલ આર. નંબિયારે પણ હિસ્સો લીધો હતો.

Previous articleગાંધીનગરમાં ૧૯ ક્લાસ, ૮ હોસ્ટેલ, ૨ લાઈબ્રેરી, ૪ હોટલ સીલ
Next articleવારાણસીમાં મોદીએ જીત માટેની કેમેસ્ટ્રી દર્શાવી : વિપક્ષને સલાહ