એલઆઈસીના આઇપીઑ પર કેન્દ્ર સરકાર નિર્ણય લેશે

71

એલઆઈસીના ઈશ્યુને સેબીએ મંજૂરી આપી : પોતાના હિસ્સાના પાંચ ટકા શેર વેચીને કેન્દ્ર સરકાર રૂપિયા ૬૬,૦૦૦ કરોડ એકત્ર કરવા ઈચ્છા ધરાવે છે(સં. સ. સે.)નવી દિલ્હી, તા.૯
દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની લાઇફ ઇનસ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસીકે જીવન વીમા નિગમ)ના ૩૧.૬૨ કરોડ શેરના ઈસ્યુને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે. પોતાના હિસ્સાના પાંચ ટકા શેર વેંચી કેન્દ્ર સરકાર રૂ ૬૬,૦૦૦ કરોડ એકત્ર કરવાની ઈચ્છા ધરાવે છે. જોકે યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે આ પબ્લીક ઇસ્યુ ઉપર જોખમ ઉભુ થયુ છે. આઇપીઑ માર્ચ પહેલા લાવવો કે આગામી નાણાકીય વર્ષમાં તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. સેબી સમક્ષ તા. ૨૬ ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર એલઆઈસીનું મૂલ્ય રૂ.૫,૩૯,૬૮૬કરોડ આંકવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્વષ્ટિએ કંપની વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે.એલઆઇસીના કુલ ૩૧.૬૨ કરોડ શેરનો પબલિક ઇસ્યુ આવશે. કુલ શેરમાંથી કર્મચારીઓને પાંચ ટકા અને પોલિસી ધારકોને ૧૦ ટકા શેર ઑફર કરવામાં આવશે. પોલિસી ધારક કે કર્મચારી રૂ. બે લાખથી વધુની વ્યકિત ગત અરજી કરી શકશે નહિ.જેટલા શેર ઑફર કરવામાં આવ્યા છે તેના આધારે કેન્દ્ર સરકારના રૂ. ૭૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માટે શેરનો ભાવ ૨૩૮૯થી ૨૪૭૪ વચ્ચે રહે એવી શક્યતા છે. આ ભાવની સ્ત્તવર જાહેરાત ઇસ્યુ ખોલવાના આગેલા દિવસે થશે. ઇસ્યુ પછી કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧૨ લાખથી ૧૫ લાખ કરોડ રહે એવી શક્યતા છે. જો આમ થાય તો કંપની દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં પ્રથમ ૧થી ૩ સ્થાન ધારણ કરશે.

Previous articleનાટોમાં સામેલ નથી થવું, બે ક્ષેત્રો પર સમજૂતી માટે તૈયારઃ ઝેલેન્સ્કી
Next articleજંગલો, ખેતરો, રસ્તાઓ પર લડીશું : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ