કલોલ શહેરમાં વધુ ૪૨ જેટલા એકમોને ફાયર સેફટી મુદ્દે નોટિસ

891

કલોલમાં અગાઉ ટયુશન કલાસીસના સંચાલકોને નોટિસો અપાઈ હતી. ત્યારે હવે હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ સહિત કુલ ૪ર જેટલા લોકોને ફાયર સેફટી મુદ્દે નોટિસ અપાઈ છે. ફાયર સેફટીની સુવિધા નહીં રાખવામાં આવે તો મિલકત સિલ અને દંડ સુધીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

સુરતના ટયુશન કલાસીસમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં કુલ રર જેટલા બાળકોના મોત નીપજયા છે. ત્યારે આ ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજયમાં તંત્ર સામે ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે આ ઘટના બાદ રાજય સરકારના આદેશ અનુસાર હવે તંત્ર દોડતું થયું છે. કલોલમાં રપ જેટલા ટયુશન કલાસીસને નોટિસ આપવામાં આવી છે અને જયાં સુધી ફાયર સેફટીનું એનઓસી ના મેળવી લે ત્યાં સુધી કલાસ બંધ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત ગત શનિવાર અને રવિવાર દરમ્યાન શહેરમાં આવેલા હોસ્પિટલો, રેસ્ટોરેન્ટ, હોટલ, શોપીંગ મોલ સહિતના ૪ર જેટલા એકમોને પણ ફાયર સેફટીના મુદ્દે નોટિસો આપવામાં આવી હતી અને આગામી સમયમાં જે એકમોમાં ફાયર સેફટીની સુવિધા નહીં હોય તેવા એકમોમાં દરોડા કરી મિલકત સીલ સુધીની અને દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકા સુત્રોએ જણાવ્યું હતું.

Previous articleસહકારી અગ્રણી નટુભાઇ પીતાંબર પાસેથી રૂ.૬.૩૦ કરોડ વસૂલવા આદેશ
Next articleસેનેટરી પેડના નિકાલ માટે શાળાઓમાં મશીન મુકાશે : માત્ર રૂ. ૩૦૦માં મશીન બનાવ્યું