યુપી : પેટા ચૂંટણી જીતવા માટેની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા

410

ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાધા બાદ તમામ વિરોધ પક્ષો હચમચી ઉઠ્યા છે. મંથનમાં લાગેલા છે. ઉત્તરપ્રદેશમાં હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં હાર ખાધા બાદ હવે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જોરદાર મંથન જારી છે. કેટલીક નવી બાબતો ટુંક સમયમાં જારી કરવામાં આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સમાજવાદી પાર્ટીને નિષ્ફળતા મળ્યા બાદ હવે હવે પાર્ટીના સ્થાપક નેતા મુલાયમસિંહ યાદવને ફરી એકવાર પાર્ટી પોસ્ટર બોય બનાવવા માટે તૈયાર છે. બીજી બાજુ માયાવતીએ ત્રીજી જુનના દિવસે બેઠક બોલાવી છે. જેમાં અનેકની હકાલપટ્ટી કરવામાં આવે તેવી શક્યતા છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરે તેવા સંકેત છે.

કોંગ્રેસ પાર્ટી કેટલાક નિષ્ક્રિય થયેલા નેતાઓને બહાર કરી શકે છે. સાથે સાથે જાતિવાદી સમીકરણને ધ્યાનમાં લઇને કેટલાક યુવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સૌથી ખરાબ રીતે હારી છે. તેને માત્ર એક સીટ મળી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે રાજીનામુ આપી દીધુ છે.માયાવતીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. જેમાં અનેકની હકાલપટ્ટી કરવામાં આવે તેવા સાફ સંકેત દેખાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં કારમી હારની સાથે સાથે હવે પેટાચૂંટણીને લઇને પણ તૈયારી વિરોધ પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી છે. લખનૌમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ માયાવતીએ ત્રીજી જુનના દિવસે પાર્ટી હોદ્દેદારોની બેઠક બોલાવી છે. જેમાં કેટલાકની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. કેટલાકને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તો પહેલાથી જ પાર્ટીમાં ધરખમ ફેરફારો કરવા માટેના સંકેતો આપી દીધા છે. મુલાયમ સિંહને ફરી મોટી ભૂમિકા આપવામાં આવનાર છે. મુલાયમ સિંહ પોસ્ટર બોય બની શકે છે. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સૌથી વધારે નુકસાન એ થયુ છે કે તેની કોર વોટ બેક યાદવ અને અન્ય પછાત જાતિ પણ નારાજ છે. જેથી મુલાયમસિંહ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસની જેમ જ સમાજવાદી પાર્ટીએ પણ પોતાના પ્રવકતાને ટીવી ડિબેટમાં ભાગ ન લેવા માટે સુચના આપી છે. મુલાયમ સિંહ ફરી સક્રિય થયા છે. મુલાયમ પાર્ટી ઓફિસમાં સતત જુના નેતાઓ અને કાર્યકરોને મળી રહ્યા છે. જે ૧૨ સીટો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજનાર છે તેના માટે સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહના ચહેરાને આગળ કરીને લડવા માટે ઇચ્છુક છે. બહુજન સમાજવાદી પાર્ટીના મત કેમ ટ્રાન્સફર થયા નથી તેના કારણો પર ચર્ચા ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સૌથી મોટી હાર થઇ છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ અધ્યક્ષ નિર્મલ ખત્રી પણ ચૂંટણી હારી ગયા છે. હારની સમીક્ષા હેઠળ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષને દુર કરવા જઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં યુવા નેતાઓને મહત્વ મળી શકે છે.

Previous articleગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ, ગરમ પવનો સાથે લૂનું આક્રમણ યથાવત્‌
Next article‘જય શ્રીરામ’ના નારા લાગતા ભડક્યા મમતા બેનર્જીઃ કહ્યુ,ચામડી ઉખાડી દઇશ