‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે યંગ સોશ્યલ ગ્રૂપ દ્વારા ‘વૃક્ષા રોપણ’

518

તા.૦૫ જૂન ના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” ની દેશભરમાં ઉજવણી ના ભાગરૂપે જામનગર મુકામે તા.૦૨ જૂન ૨૦૧૯ ના પંચેશ્વર ટાવર સ્થિત યંગ સોશ્યલ ગ્રૂપ દ્વારા પંચેશ્વર ટાવર ચોકમાં સંસ્થાના એડવાઈઝરી કમિટીના મેમ્બર અને પૂર્વ ડે. મેયર  ભરતભાઈ મહેતા તેમજ રીસર્ચ એનાલીસ્ટ – સેબીના નિખિલભાઈ ભટ્ટ, ટ્રાફીક શાખાના સુરેશભાઈ બોદર, યંગ સોશ્યલ ગ્રૂપના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી, હાસમભાઈ મલેક,જયભાઈ દોશી, જયભાઈ વસા, બીપીનભાઈ મશરૂ તેમજ સંસ્થાના કાર્યકર મિત્રો દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી હતી.

ઉપરાંત સંસ્થાના તમામ કારોબારી દ્વારા વૃક્ષારોપણ અભિયાનને શહેરના અલગ – અલગ વિસ્તારોમાં લઈ જવાનો તેમજ જામનગર શહેરને સ્વચ્છતા સાથે સાથે હરિયાળું બનાવવાનો ઉદ્દેશથી અંદાજિત ૫૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરેલ હતો. આ અભિયાનને વધુ ઝડપથી વિકસિત કરવા શહેરના દરેક સંસ્થાઓ અને મિત્રોને અનુરોધ કરાયો છે.

Previous articleદિલ્હી : મેટ્રો તેમજ બસમાં મહિલાઓ માટે મફત યાત્રા
Next articleફાયર સેફ્ટી મામલે ક્લાસીસ સંચાલકોને ૭ દિવસનો સમય અપાયો