ગિરિરાજસિંહ જેવા લોકો મીડિયામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છેઃ નીતિશ

474

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જેડીયુની ઈફ્તાર પાર્ટી પર સવાલ ઉઠાવ્યા બાદ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પલટવાર કર્યો. નીતીશ કુમારે કહ્યું કે, આ પ્રકારનું નિવેદન આપનારા કોઈ ધર્મના હોતા નથી. કેટલાક લોકો મીડિયામાં ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છે. જેથી આ મામલે નિવેદન આપવુ પણ અયોગ્ય છે.

નીતિશ કુમારે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે તેઓ પટનાના ગાંધી મેદાનમાં ઈદના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. અને તેમણે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી હતી.

મહત્વનુ છે કે પટનામાં હાર્ડિંગ રોડ પાસે હજ હાઉસમાં જેડીયુએ સોમવારે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જે મામલે ગિરિરાજે નીતીશ કુમાર પર ટીપ્પણી કરી હતી. જે બાદ બિહારમાં ઘમાસાણ સર્જાયુ છે.

Previous articleદુનિયાના સૌથી વધારે ટ્રાફિક વાળા ૪૦૩ શહેરોમાં મુંબઈ નંબર-૧ઃ રિપોર્ટ
Next articleશહેરી તેમજ આસપાસના વિસ્તારોમાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવ્યું