દુનિયાના સૌથી વધારે ટ્રાફિક વાળા ૪૦૩ શહેરોમાં મુંબઈ નંબર-૧ઃ રિપોર્ટ

768

મુંબઈ દુનિયાનું સૌથી વધું ટ્રાફિક વાળું શહેર છે. આ વાત ૫૬ દેશોના ૪૦૩ શહેરોની ટ્રાફિક અને ભીડભાડ પર તૈયાર કરાયેલા રિપોર્ટ બાદ સામે આવી છે. મુંબઈમાં લોકોને તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે ૬૫%થી વધારે સમય લાગે છે. આ લિસ્ટમાં ૫૮% સાથે દિલ્હી ચોથા નંબરે છે. આ રિપોર્ટ લોકેશન ટેક્નોલોજી કંપની ટોમટોમે તૈયાર કરી છે. જે એપલ અને ઉબેરના નવા નક્શાઓ તૈયાર કરે છે.

રિપોર્ટ પ્રમાણે, ટ્રાફિક દબાણના મામલમાં કોલંબિયાની રાજધાની બોગોટા(૬૩%) બીજા નંબરે, પેરુની રાજધાની લીમા (૫૮%)ત્રીજા અને રશિયાની રાજધાની મોસ્કો (૫૬%)પાંચમાં ક્રમે છે.

કંપનીએ આ રિપોર્ટ સૌથી વધારે ટ્રાફિક દરમિયાન લોકોને કેટલો વધારે સમય લાગે છે, તેના આધાર પર તૈયાર કર્યો છે. ટોમટોમના જનરલ મેનેજર બારાબાર વેલપીયરે કહ્યું કે, મુંબઈમાં સરેરાશ ૫૦૦ કારો પ્રતિ કિલોમીટર ચાલે છે. જે દિલ્હી કરતા ઘણી વધારે છે.

રિપોર્ટ પ્રમાણે, મુંબઈમાં સફર માટે સૌથી યોગ્ય સમય રાતે ૨ વાગ્યાથી સવારે ૫ વાગ્યા વચ્ચેનો છે, આ દરમિયાન સૌથી ઓછો ટ્રાફિક હોય છે. અહીં સવારે ૮થી ૧૦ વાગ્યા વચ્ચે ટ્રાફિક દરમિયાન ૮૦%થી પણ વધારે સમય લાગી જાય છે. જ્યારે સાંજે ૫ અને ૮ વાગ્યાની વચ્ચે આ વધીને ૧૦૨% થઈ જાય છે.

Previous articleઉર્વશી કોરિયોગ્રાફી પણ ઘણા સમયથી કરી રહી છે
Next articleગિરિરાજસિંહ જેવા લોકો મીડિયામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છેઃ નીતિશ