ફ્રેન્ચ ઓપનમાં વરસાદના લીધે વિલંબ : બધી મેચ રોકી દેવાઇ

649

પેરિસમાં રમાઈ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વરસાદ વિલન બનતા ચાહકો નિરાશ થયા છે. તમામ મેચો વરસાદના કારણે એક દિવસ માટે રોકી દેવામા ંઆવી છે. હવે આવતીકાલે મેચો રમાનાર છે.

પ્રથમ ક્રમાંકિત ખેલાડી નોવાક જોકોવિક પાંચમા ક્રમાંકિત ઝ્‌વેરેવની સામે રમનારછે. તે ફેવરીટ દેખાઇ રહ્યો છે. નોવાક જોકોવિક તેની છેલ્લી ૧૪ ક્લેકોર્ટ મેચ પૈકી ૧૩માં જીત મેળવી છે. સાથે સાથે સતત ચોથી ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. હજુ સુધી ફ્રેન્ચ ઓપનમાં તે એક પણ સેટ હાર્યો નથી. બીજી બાજુ જ્વેરેવ પણ ક્લે કોર્ટ પર સતત આઠ મેચો જીત્યો છે. વર્તમાન ચેમ્પિયનમાં પુરૂષ વર્ગમાં રાફેલ નડાલ અને મહિલા વર્ગમાં સિમોના હેલેપ છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે.

૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે.મહિલાઓના વર્ગમાં અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે.

મહિલા વર્ગમાં તમામ ટોપ ખેલાડી હાર ગઇ છે જેથી આ વખતે કોઇ નવી ચેમ્પિયન બનશે. કારણ કે સ્ટાર ખેલાડી હારી રહી છે.મહિલાઓના વર્ગમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી જોકોવિકે જર્મનીના લેનાર્ડ સ્ટ્રફ પર સીધા સેટોમાં ૬-૩, ૬-૨ અને ૬-૨થી જીત મેળવી હતી.હવે તે જ્વેરેવ સામે ટકરાશે. હાલેપ પણ આગેકુચ કરી ગઇ છે. રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે સેમીફાઇનલ મેચ સાતમી જુનના દિવસે રમાશે.

Previous articleવેસ્ટ ઇન્ડિઝ : એક સમય તો સૌથી શક્તિશાળી ટીમ હતી
Next articleસેક્સી અર્શી નવી ફિલ્મો અને થિયેટરને લઇ ખુબ જ ઉત્સુક