ટોક્યો ઓલિમ્પિકઃ દુતી ચંદ ૨૦૦ મીટરની રેસમાં હારતા સફરનો અંત

704

(જી.એન.એસ)ટોક્યો,તા.૨
ટોક્યો ઓલિમ્પિકના ટ્રેક પર ભારતીય સ્પ્રિન્ટર દુતી ચંદે એક વાર ફરી નિરાશ કર્યા છે. તે મહિલાઓની ૨૦૦મીટર રેસના સેમીફાઇનલમાં જગ્યા પાક્કી ન કરી શક્યા. જો કે હીટમાં દોડતા દુતી ચંદે સીઝનનો પોતાનો બેસ્ટ સમય કાઢ્યો તેમ છતાં તેઓ સેમીફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. દૂતી ચંદે હીટ નંબર ફોરમાં પોતાની રેસ પૂર્ણ કરી. જેમાં તેઓ ૭માં સ્થાન પર રહ્યા. ભારતીય સ્પ્રિંટરે પોતાની ૨૦૦ મીટર રેસ ૨૩.૮૫ સેકેન્ડમાં પૂરી કરી. આ પહેલા દુતી ચંદ મહિલાઓની ૧૦૦ મીટર રેસના સેમીફાઇનલમાં પણ જગ્યા નહોતા મેળવી શક્યા. ત્યાં તેઓ ૮ ખેલાડીઓ વચ્ચે ૭માં સ્થાન પર રહ્યા. હીટ ૫માં દોડતા દુતી ચંદે ૧૦૦મીટરની રેસ ૧૧.૫૪ સેકન્ડમાં પૂર્ણ કરી હતી. જ્યારે તેમનુ પર્સનલ બેસ્ટ ૧૧.૧૭ સેકન્ડ હતુ. દુતી ચંદની હીટમાં નાંબિબિયાના ક્રિસ્ટિન મબોઆએ નવો નેશનલ રેકોર્ડ બનાવતા પહેલા નંબર પર રહ્યા. તેમણે ૨૦૦ મીટરની રેસ ૨૨.૧૧ સેકન્ડમાં પૂર્ણ કરી. તેમને અમેરિકાની ગ્રૈબિયલ થૉમસે ટક્કર આપી. તેઓ ૨૨.૨૦ સેકન્ડનો સમય કાઢીને હીટમાં બીજા નંબર પર રહ્યા. આ સિવાય ત્રીજુ સ્થાન પર નાઇજિયાઇ સ્પ્રિંટરે મેળવ્યો. તેમણે ૨૨.૭૨ સેકન્ડનો સનય કાઢોય દરેક હીટમાંથી ટૉપ ૩ને સેમીફાઇનલ માટે પસંદ કરવામાં આવે છે.

Previous articleઓસ્ટ્રેલિયન દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન થયો કોરોના સંક્રમિત
Next articleટોક્યોમાં પીવી સિંધુએ બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદી સાથે માણશે આઈસ્ક્રીમની મજા