આજકાલ કેટલાક લોકો જયશ્રી રામ બોલવાથી ભુરાયા થાય છેઃ મોરારિ બાપુ

532

ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ એક રામાયણના કથાકાર છે. તેઓ અવારનવાર પોતાની કથાઓમાં રાજકીય પ્રવાહોને લઇને ટકોર કરતા હોય છે. તેઓ હંમેશાં પોતાના નિવેદન માટે જાણીતા છે, ત્યારે ફરી એકવખત મોરારી બાપુએ અમદાવાદમાં એક કથામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરીને આડે હાથ લીધા હતા.

મોરારી બાપુએ અમદાવાદમાં એક કથામાં દીદીનો ઉલ્લેખન કરીને જણાવ્યું હતું કે આજકાલ કેટલાંક લોકો જયશ્રી રામ બોલવાથી ભુરાયા થાય છે. તેઓને સત્તામાં મોટો ફટકો પડતા તેઓ ગાંડાની જેમ બીજાની પાછળ દોડી રહ્યા છે. હવે દેશમાં જય શ્રી રામ બોલવું પણ ભારે પડી રહ્યું છે, કારણ કે, કેટલાક લોકો તેનાથી ભૂરાયા થાય છે.

તેમને વધુમાં જણાવ્યું કે, જે દેશમાં આટલી વિશાળ સંખ્યામાં હિન્દુઓ રહે છે. તેમના ઇસ્ટદેવ જયશ્રી રામ છે, તો તમે કોણ રોકવાવાળા.. તમે રાજનીતિમાં છો. પરંતુ તમે કોઇને જયશ્રી રામ બોલતા ના રોકી શકો. આ સિવાય મોરારી બાપુએ મમતા બેનરજી પર આકરા પ્રહારો કરીને વરસ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુ અગાઉ પણ કેટલાક નેતાઓ પર નિવેદનો કરી ચૂક્યા છે. તેમાં યુપીના મુખ્યમંત્રી યોગીજી પણ બાકી નથી. થોડા દિવસ પહેલા તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હનુમાનજી તો પ્રાણવાયુ છે, કોઇને તાકાત નથી તેને જાતિમાં વહેંચી શકે.

Previous articleબસ કન્ડક્ટરે મુસાફરને માર મારી બેફામ ગાળો ભાંડીઃ વીડિયો વાયરલ
Next articleસારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાલ બેસાડી રાખી ડૉક્ટરોએ સારવાર ન કરી