ધાનેરાના શેરા ગામની દૂધ સહકારી મંડળીને તાળા લાગ્યા

497

બનાસકાંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રે દિનપ્રતિદિન આગળ વધી રહ્યો છે. હાલ જિલ્લાની મુખ્ય આવક કહીએ તો એ દૂધની છે. બનાસકાંઠા જિલ્લો રોજનું કરોડો લીટર દૂધ ડેરીએ ભરાવી રહ્યો છે. વિવિધ દૂધ સહકારી મંડળીની આવક પણ  દર ૧૫ દિવસે લાખોની હોય છે. બનાસ ડેરીનું દૂધ ભારત સહિત વિદેશમાં પણ નિકાસ કરાય છે. જોકે હવે બનાસ ડેરીના દૂધની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકો પણ દૂધની આવકે સૌથી મોખરે છે. જોકે ધાનેરા તાલુકાના શેરા ગામે આવેલ દૂધ સહકારી મંડળી છેલ્લા ૫ દિવસથી બંધ છે. રોજનું હજારો લીટર દૂધની આવક ધરાવતી આ મંડળી ભેળસેના દૂધને લીને બદનામ થઈ જાય છે. જેથી ગામના આગેવાનો તેમજ ડેરીના અધિકારીઓ દ્વારા આ ડેરીને બંધ કરતા રોજનું હજારો લીટર દૂધ લઈ ગ્રામજનો આમથી તેમ ફરી રહ્યા છે.

શેરા દૂધ મંડળીના ચેરમેન તેમજ મંત્રી છેલ્લા ૪૦ વર્ષથી ડેરી પર કબજો કરી પોતાની મનમાની કરી રહ્યા છે અને પોતાના સગાસંબંધીનું મીલાવટવાળું દૂધ લેતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ કરી ડેરીને બંધ કરી છે. ગ્રાહકોએ જાહેરમાં કહ્યુ ંહતું કે શેરા દૂધ મંડળી પર દૂધ ભરાવવા માટે આવતા કેટલાક પશુપાલકો પોતાના દૂધની માત્રા તેમજ ફેટ વધારવા માટે તેલ, યુરીયા ખાતર, પાવડર જેવા ઝેરી દ્રવ્યો મેળવી ૨૦ લીટરના દૂધને ૬૦ લીટર દૂધ બનાવી ચેરમેનની રહેમ નજર ડેરીમાં ભરાવે છે. જેથી આવી મિલાવટવાળા ગ્રાહકોને બહાર લાવી સાચા લોકોને ન્યાય મળે તે માટેની માંગણી કરી રહ્યા છે.શેરા દૂધ મંડળીમાં નાનો વ્યવસાય કરતા પરિવાર પણ દૂધ ભરાવવા માટે ડેરીએ આવતા હોય છે. જેમનો મુખ્ય વ્યવસાય માત્ર પશુપાલન હોય આવા ગ્રાહકો આજે છેલ્લા ૫ દિવસથી પોતાનું દૂધ ડેરીએ ભરાવવા માટે હેરાન થઈ રહ્યા છે. દરેક સમાજના લોકો અહીં વસવાટ કરે છે. જોકે ૫ દિવસથી ડેરી પર તાળા હોવાથી આ ગરીબ પરિવારને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

Previous articleવિશ્વ યોગ દિવસની ઉજવણી ગાંધીનગર જિલ્લાના ૧૩૬૦થી વધુ સ્થળોએ કરાશે
Next articleઅંધશ્રદ્ધાના નામે ૭ માસની બાળકીને ચીપિયાના ડામ અપાયા