‘વાયુ’નો પ્રકોપ : વેરાવળ રેન્જના ૧૩ સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા

600

વાયુ વાવાઝોડાનાં પ્રકોપથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫થી ૯ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના ૧૩ સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહિત સમુદ્ર કિનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોને ખસેડી લેવામાં આવ્યા છે. જેમા ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાળ વિસ્તારના સિંહોનો સમાવેશ થાય છે. જેમાં વડાદરા ડોડીયાના ૩, આદરીના ૫ અને હીરણ નદી કાંઠે વસવાટ કરતા ૫ સિંહોને ખસેડાયા છે.

તો બીજી તરફ, રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે સિંહો સહિત વન્યપ્રાણીના લોકેશન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. દરિયા કાંઠે ૨૫ પ્રકારના વન્ય પ્રાણીઓનો વસવાટ છે. જેમાં સિંહ, દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણીઓનો સામવેશ થાય છે. રાજુલા રેન્જ દ્વારા સિંહોના લોકેશન રાખવા અને સતત વન્યપ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચનાઓ મળી છે. વાયુ વાવાઝોડુ આવે તો સિંહો તણાય નહિ તેની માટે તમામ તકેદારી રાખવા વન અધિકારીઓને કહી દેવાયું છે.

Previous articleવેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૯૪ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો
Next articleલક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ૨ની ધરપકડ