આરટીઓ પોલીસની કાર્યવાહી સામે ઓટો-વાન ચાલકોએ રેલી યોજી

423

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ આરટીઓ અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ નિયમોના ભંગના મુદ્દે સ્કૂલ વાન સહિતના વાહનોને જપ્ત કરવામાં આવ્યાં  હતાં. કોઇ પણ પ્રકારની આગોતરી નોટિસ કે સૂચના કે સમય આપ્યા વિના આરટીઓ દ્વારા નિયમોનું પાલન કરવાનું બહાનું આગળ ધરીને સ્કૂલવાન જપ્ત કરવામાં આવતી હોવાના વિરોધમાં સ્કૂલવાન ચાલકોએ હડતાળ પાડી હતી. રિક્ષા ચાલકોએ રેલી યોજી હતી. આવેદનપત્ર વરસાદના કારણે ન આપી શકાતા કાલે આપવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ઈન્ડોર સ્ટેડિયમની ગલીમાં એકઠા થયેલા રિક્ષા ચાલકોએ વચ્ચેનો રસ્તો કાઢવા માટે જણાવ્યું હતું.

સ્કૂલની વર્ધીમાં ચાલતાં વિક્રમ કળસરીયાએ જણાવ્યું હતું કે, દરવર્ષે આ રીતે અમને ટાર્ગેટ કરાય છે. સાથે ૧૦ હજારથી લઈને ૨૦ હજારના મેમા આપી દેવામાં આવે છે અને ૨૧ દિવસે વાહન મુક્ત કરવામાં આવે છે. વ્યાજે રૂપિયા લઈને મજદૂર વર્ગના અમારા જેવાઓએ વાહન છોડાવવું પડે છે. અમારી અધિકારીઓ અને સરકારને વિનંતી છે કે, વચગાળાનો માર્ગ કાઢવામાં આવે. એવો કાયદો અથવા સ્કિમ બનાવો જેથી અમને પરેશાની ન થાય

Previous articleનવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી
Next articleમહેસાણામાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર થઇ રહ્યાં છે