ગાંધીનગરમાં પોપટ પ્રેમીએ પાંચ હજાર પેમ્ફલેટ છપાવ્યા

716

માનવીના પશુ-પક્ષીઓ સાથેના લાગણીના સંબંધો હોવાની વાત કોઈ નવી નથી. ત્યારે આવા જ કિસ્સો ગાંધીનગરના સેક્ટર-૭માં જોવા મળ્યો. જેમાં મિત્રએ ગિફ્‌ટમાં આપેલો આફ્રિકન ગ્રે પોપટ ગૂમ થઈ જતા યુવકે ૫ હજાર પેમ્ફલેટ છપાવીને સેક્ટર-૭, ૨, ૮ અને ૧માં વિતરણ કરાવ્યા છે. સેક્ટર-૭ એ માં રહેતાં અને બિઝનેસ કરતાં યુવક રાજ ચૌધરીને તેના એક મિત્રએ આફ્રિકન ગ્રે પોપટ આપ્યો હતો. ‘રાધે’ નામનો હાલ ત્રણ મહિનાનો આ પોપટ છેલ્લા ૪૦ દિવસથી રાજના ઘરના સભ્યની જેમ રહેતો હતો. જે હવે ઉડીને ગૂમ થઈ જતા યુવકે તેની શોધખોળ શરૂ કરી છે. યુવકે પોપટને શોંધવા માટે પાંચ હજાર પેમ્ફલેટ વહેંચ્યા છે.

દોઢ મહિનાનો હતો ત્યારે હું તેને લાવ્યો હતો હું તેને મારા હાથે ખવડાવતો હતો. ઉડતા શીખ્યા બાદ થોડા દિવસ પહેલાં તે ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા બહાર ઉડ્‌યું હતું. આ સમયે કાગડા પાછળ પડતા તે ગભરાઈને વધુ ઉડ્‌યું. સેક્ટર-૭માંથી ઉડીને તે પહેલાં સે-૨ પછી સે-૧માં ગયું પાછુ વળીને સે-૨માં આવ્યું ત્યા સુધી હું તેની પાછળ ફર્યો હતો.

Previous articleપ્રેમી પંખીડાંએ એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમાં ઝંપલાવ્યું
Next articleતળાવ ખાલી કરી શકાય તેવાં મશીન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થતો નથી?