બજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા : આઠ પરિબળ પર નજર

444

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સત્રમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. જુદા જુદા પરિબળોની અસર આ સપ્તાહમાં જોવા મળી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના લીધે હાલમાં ઉતાર ચડાવની સ્થિતિ જોવા મળી રહી છે. એનબીએફસી સેક્ટરમાં કટોકટી અને ડિફોલ્ટના અહેવાલ તેમજ મિસમેનેજમેન્ટના અહેવાલના લીધે મુડીરોકાણકારો કેટલાક અંશે ચિંતાતુર દેખાયા છે પરંતુ બજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. જે પરિબળોની અસર જોવા મળી શકે છે તેમાં આરબીઆઈની બેઠકનો સમાવેશ થાય છે. હાલમાં આરબીઆઈની બેઠક યોજાઈ હતી. જેમાં વ્યાજદળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્રુડની કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ વચ્ચે તેની અસર પણ જોવા મળી શકે છે. જાણકાર લોકોનું કહેવુ છે કે, અગામી સપ્તાહમાં બજારમાં ઉથલ પાથલ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવાનો આંકડો ૧૪મી જુનના દિવસે જારી કરવામાં આવ્યો હતો. ફુગાવો ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. મે મહિનામાં ૨.૪૫ ટકા સુધી ફુગાવો પહોંચી ગયો છે. ફુડ આર્ટિકલ, ફ્યુઅલ અને પાવરની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થતાં મે મહિનામાં હોલસેલ ફુગાવો નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફુગાવો નીચી સપાટીએ પહોંચતા સામાન્ય લોકોને રાહત થઇ છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૦૭ ટકા અને મે મહિનામાં ૪.૭૮ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં આ આંકડો રહ્યો હતો. ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો એપ્રિલ મહિનામાં ૭.૩૭ ટકાથી ઘટીને ૬.૯૯ ટકા થઇ ગયો હતો. જો કે, ડુંગળીની કિંમતમાં આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. શાકભાજીના ફુગાવામાં પણ મે મહિનામાં આંકડો ઘટ્યો છે અને આ આંકડો ૩૩.૧૫ ટકા રહ્યો છે. અગાઉના મહિનામાં ૪૦.૬૫ ટકાનો આંકડો રહ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રિટલ ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ મે મહિનામાં પહોંચી જતા તેની સપાટી ૩.૦૫ ટકા રહી હતી. શાકભાજીની કિંમતમાં વધારો થયો હતો. પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો હતો. જે પરિબળોની અસર થનાર છે તેમાં બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઈગ્લેન્ડ દ્વારા ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવનાર વ્યાજદરના નિર્ણય ઉપર પણ થશે. મળેલી માહિતી મુજબ અમેરિકામાં પણ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જુન મહિનામાં હજુ સુધી વિદેશી મુડીરોકાણકારોએ ભારતીય બજારમાં જંગી નાણા ઠાલવી દીધા છે. એફપીઆઈ દ્વારા મુડી બજારમાં ૧૧૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જોકે, છેલ્લા શુક્રવારે એફપીઆઈ દ્વારા ૨૩૮.૬૪ કરોડ રૂપિયા પાછા ખેચી લીધા હતા. ટેકનિકલ ઈન્ડિકેટરની અસર પણ બજાર ઉપર જોવા મળશે.

Previous articleFPI દ્વારા જૂનમાં ૧૧,૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા
Next articleજામનગરમાં મંદિરના ટ્રસ્ટી મંડળ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી