અઠવાડિયામાં પેટ્રોલ ૩.૨૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

48

આંતરરાષ્ટ્રીય માર્કેટનું બહાનું આગળ ધરીને ચૂંટણી પૂર્ણ થતાં ભાવ ફરી આસમાને, ૫ દિવસમાં ચાથી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા
નવી દિલ્હી, તા.૨૬
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાનને સ્પર્શી રહી છે. ભારતીય ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી છે. પાંચ દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક દિવસની રાહત બાદ શુક્રવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ૮૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૫ પૈસાનો વધારો કર્યો છે. આજથી જ નવા ભાવ લાગું થઈ ગયા છે. હવે દિલ્હીમાં પેટ્રોલ ૯૭.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૯.૦૭ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે, અમદાવાદમાં પેટ્રોલ ૯૭.૫૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૯૧.૬૧ રૂપિયા પ્રતિ લિટર થયું છે. આ રીતે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩.૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ ઝ્રદ્ગય્ અને ઁદ્ગય્ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ૫૦ પૈસા પ્રતિ કિલો અને PNGની કિંમતમાં પ્રતિ કિલોએ ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો મંગળવારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. ભાવ વધારા બાદ બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં ૧૪.૨ કિલો સબસિડીવીનાનો સિલિન્ડર ૧ હજાર રૂપિયાની ઉપર પહોંચી ગયો હતો. વાત કરીએ ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની તો અમદાવાદમાં પેટ્રોલ ૯૮.૨૭ રૂપિયા અને ડીઝલ ૯૨.૪૧ રૂપિયા પ્રતિ લીટર, સુરત પેટ્રોલ ૯૮.૧૨ રૂપિયા અને ડીઝલ ૯૨.૩૦ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા પેટ્રોલ ૯૭.૮૨ રૂપિયા અને ડીઝલ ૯૧.૯૭ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ પેટ્રોલ ૯૭.૯૮ રૂપિયા અને ડીઝલ ૯૨.૧૬ રૂપિયા પ્રતિ લીટર છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. ૐઁઝ્રન્, મ્ઁઝ્રન્ અનેર્ ૈંંઝ્ર સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

Previous articleપેરાસિટામોલ સહિત ૮૦૦ દવાઓ એપ્રિલથી મોંઘી થશે
Next articleસાઉદીના જેદ્દામાં તેલ ડેપો પર હુતી વિદ્રોહીઓનો રોકેટ હુમલો