ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

380

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૫૩૪૫૯ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસ, એચડીએફસી બેંક, એચયુએલ, એચડીએફસી અને આઇટીસીનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઇન્ફોસીસ, એસબીઆઇ, કોટક મહિન્દ્રા બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પૂર્ણ થયેલા સપ્તાહમાં આરઆઇએલની માર્કેટ મુડીમાં ૨૩૯૨૯.૯ કરોડનો ઘટાડો થતા તેની મુડી ૮૧૦૮૮૯.૮૦ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચયુએલની માર્કેટ મુડી ઘટીને ૩૮૨૮૮૮.૩૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી આ ગાળામાં ઘટીને ૩૬૮૭૯૬.૦૨ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મુડીમાં આ ગાળામાં ૪૭૮૫.૪૮ કરોડનો ઘટાડો થયો છે. આઇટીસીની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમાં ૪૫૩૫.૭ કરોડનો ઘટાડો થયો છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મુડીમાં ૮૮૧.૮૧ કરોડનો ઘટાડો થયો હોવા છતાં તેની માર્કેટ મુડી સૌથી વધારે રહી છે. તેની માર્કેટ મુડી હજુ ૮૪૪૨૬૭.૮૦ કરોડની રહેલી છે. બીજી બાજુ આઇસીાઇસીઆઇની માર્કેટ મુડીમાં ૮૩૬૩.૮૬ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને હવે ૨૭૭૯૫૭.૦૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. એસબીઆઇની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે. તેની મુડી ૪૯૯૭.૭૮ કરોડ રૂપિયા વધી છે. ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં ૪૫૦૦ કરોડનો વધારો થયો છે. જેથી તેની મુડી ૩૨૭૯૭૫.૬૮ કરોડ થઇ ગઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મુડી પણ વધીને હવે ૨૮૪૪૨૦.૭૭ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટોપ ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અકબંધ છે.

Previous articleપી-નોટ્‌સ મારફતે રોકાણનો આંકડો ૮૨૬૧૯ કરોડ થયો
Next articleમહિસાગરમાં ખોડિયાર માતાના મંદિરમાં મગર ઘૂસી જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયુ