પી-નોટ્‌સ મારફતે રોકાણનો આંકડો ૮૨૬૧૯ કરોડ થયો

380

મે મહિનાના અંત સુધીમાં ભારતીય મુડી માર્કેટમાં મુડી રોકાણનો આંકડો પી-નોટ્‌સ મારફતે ૧૪૦૦ કરોડ વધીને ૮૨૬૧૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. અગાઉના મહિનાની સરખામણીમાં તેમા ૧.૭૨ ટકાનો વધારો થયો છે. પોતાને સીધી રીતે નોંધણી કરાવ્યા વગર ભારતના શેરબજારમાં ભાગ લેવા ઈચ્છુક વિદેશી મુડીરોકાણકારોને નોંધાયેલા વિદેશી મુડીરોકાણકારો દ્વારા પી-નોટ્‌સ જારી કરવામાં આવે છે. જેના આધાર ઉપર વિદેશી મુડીરોકાણકારો નોંધણી કરાવ્યા વગર ભારતના શેરબજારમાં ભાગ લઈ શકે છે. જોકે તેમને ચોક્કસ પ્રક્રિયા મારફતે પસાર થવાની ફરજ પડે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા જારી કરવામાં આવેલા નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ભારતીય માર્કેટ ઈક્વિટી, ડેબ્ટ અને ડેરિવેટિવમાં પી-નોટ્‌સ રોકાણ મારફતે આંકડો ૮૨૬૧૯ કરોડ સુધી પહોંચી ગયો છે. જે એપ્રિલના અંત સુધીમાં ૮૧૨૨૦ કરોડ રૂપિયાનો હતો. કુલ મુડીરોકાણ પૈકી ઈક્વિટીમાં પી-નોટ્‌સ હિસ્સેદારી ૬૧૫૭૪ કરોડ રૂપિયા રહી છે. જ્યારે ડેબ્ટની હિસ્સેદારી ૧૯૬૮૧ કરોડ તેમજ ડેરિવેટિવની હિસ્સેદારી ૧૯૩ કરોડ રૂપિયાની રહી છે. પી-નોટ્‌સ મારફતે મુડી રોકાણનોે આંકડો અગાઉના ત્રણ મહિનામાં સતત વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સંયુક્ત મુડીરોકાણનો આંકડો ૭૩૪૨૮ કરોડનો પહોંચ્યો છે.

માર્ચ મહિનાના અંત સુધી આ આંકડો ૭૮૧૧૦ કરોડ અને એપ્રિલના અંત સુધી આ આંકડો ૮૧૨૨૦ રહ્યો હતો. જુન ૨૦૧૭ બાદથી પી-નોટ્‌સ રોકાણનો આંકડો ઘટી રહ્યો હતો. કારણ કે, વિવાસ્પાદ રોકાણના દુરપયોગને રોકાવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા શ્રેણીબધ પગલા લેવામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૧૭માં સેબીએ દુરપયોગને રોકાવા માટે વધુ કઠોર નિયમોને લાગુ કર્યા હતા.

Previous articleFPI દ્વારા જૂનમાં ૧૦,૩૧૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો