પહેલા વરસાદે અમદાવાદને અસ્તવ્યસ્ત બનાવ્યું

974

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય બન્યુ  છે. આ સપ્તાહના પ્રારંભના દિવસોમાં પ્રિ-મોન્સુન એકટીવીટીની આગાહી વચ્ચે ગત મોડીરાત્રે અમદાવાદ શહેરમાં તોફાની પવન વચ્ચે ૧ થી ૧ાા ઈંચ પાણી પડી ગયાનું જાણવા મળે છે. માત્ર આટલા વરસાદમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.

તંત્રની પોલ છતી થઈ છે અમદાવાદમાં ૨૦થી વધુ વૃક્ષો  ધરાશાયી થયા હતા. જયારે અનેક સ્થળોએ જમીન બેસી ગઈ હતી. દરમિયાન સાબરકાંઠા, બનારસ કાંઠા, અરવલ્લી, છોટાઉદેપુરમાં પણ વરસાદના સમાચાર છે. રાજયભરમાં હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદમાં મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તાનરોમાં સાંબેલાધાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ સાંબેલાધારે વરસાદ પડ્‌યો છે. રાત્રીના ૧ વાગ્યાની આસપાસ શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તા૧રોમાં ભારે વરસાદ પડ્‌યો છે. તો બીજી બાજુ અતિ ભારે પવનથી બોપલ, દ્યુમા અને ચાંદખેડા વિસ્તોરમાં પણ વીજળી ડૂલ થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માં સામાન્યાથી ભારે વરસાદની આગાહી છે. શહેરમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવવાથી કેટલાક લોકો મધરાત્રે ઉઠીને ઘરની બહાર નીકળ્યા હતા. વરસાદ તૂટી પડવાના કારણે શહેરમાં તાપમાન પણ એકાએક નીચે આવી ગયું છે. સતત વીજળી સાથે વરસાદ થતાં શહેરીજનોમાં પણ કૂતુલહલ સર્જાયું છે.

Previous articleકરાઇ ગામમાં દરેક ઘરના આંગણે બે રોપાનું વાવેતર
Next articleસૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લેવામાં સફળ રહ્યા છીએ