ટાઉનહોલમાં નિતિનભાઇ પટેલ દ્વારા મિશાવાશીઓનું સન્માન કરાયુ

529

ગાંધીનગર ટાઉનહોલ ખાતે મિશા હેઠળ જેલમાં ગયેલ પીઢ મિશાવાશીઓનું સન્માન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કર્યું હતું. પીઢ મીશાવાશી મહેશભાઈ આહિરનું પણ નિતીનભાઈ પટેલે સન્માન કરી શાલ ઓઢાડી હતી અને તે વખતના દિવસો અને સંઘર્ષને યાદ કરી બિરદાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૨૫ જુન ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે.આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની.

૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી. જેમાં ‘પ્રી-સેન્સરશીપ’ લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ ૧૯૭૧ની કલમ ૪૮ હેઠળની જોગવાઈનો દુરપયોગ કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી.જે મુજબ કોઈપણ સમાચાર,નોંધ કે રીપોર્ટ અધિકૃત અધિકારીની તપાસણી તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી. જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાનમાં લઇ શકાય.

ઇન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે જો અખબારો પર નિયંત્રણ મુકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી શકાશે નહીં. જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો દેશમાં પ્રચંડ જનાંદોલન શરુ થશે અને પોતાનું આજીવન સતા પર રહેવાનું સપનું અધૂરું રહી જશે. સરકાર સામે પ્રજા વિરોધનો સુર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.

Previous articleયાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં વિધ્નહર્તાના દર્શન માટે ભકતોનો ઘસારો
Next articleટ્રાફિક નિયમનો ભંગ કરનારને હવે ફરીથી ઇ-મેમો ફટકારાશે, કેમેરા નહીં હોય ત્યાં સ્થળ દંડ વસૂલાશે