ગુજ. કૃષિ વિભાગે બનાવટો મચ્છરનાશક સ્ટિકના ઉત્પાદકો સામે કડક પગલા લીધા

469

ગુજરાતનાં કૃષિ વિભાગે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં બનાવટી મચ્છરનાશક ઇન્સેન્સ સ્ટિકનાં ઉત્પાદકો સામે કડક પગલાં લીધા ૨૬ જૂન, ૨૦૧૯ઃ ગુજરાતનાં કૃષિ વિભાગે જંતુનાશક ધરાવતી મોસ્કિટો રિપેલ્લન્ટ ઇન્સેન્સ સ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે તથા રાજ્યમાં એનાં ઉત્પાદન અને વેચાણની માન્યતા રદ કરી છે. હોમ ઇન્સેક્ટ કન્ટ્રોલ એસોસિએશન (એચઆઈસીએ)ની સાથે કૃષિ વિભાગે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સ્થિત ૫ ગેરકાયદેસર ઇન્સેન્સ સ્ટિક ઉત્પાદન પ્લાન્ટ પર દરોડા પાડ્‌યાં હતાં. આ કંપનીઓ મંજૂરી ન ધરાવતી પ્યોરલેક્સ, કિલર સાઇટ્રોનેલ્લા અગરબત્તી, ડીસી કમ્ફર્ટ, કેર, જસ્ટ રિલેક્સ, આશિકાસ સ્લીપ વેલ, ગૂડ સ્લીપ, બિગ કિલર, સ્લીપ વેલ, ઓરિજિનલ રિલેક્સ, બાલાજી રિલેક્સ, ગોડઝિલા,પરમ પાવર અગરબત્તી અને પરમ પાવર જેવી જંતુનાશક ધરાવતી મોસ્કિટો રિપેલ્લન્ટ ઇન્સેન્સ સ્ટિક્સનું ઉત્પાદન કરતી હતી.

જંતુનાશક ધરાવતી ઘન ધૂપ અગરબત્તીઓને કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. એટલે એનું ઉત્પાદન કે વેચાણ કરવું અપરાધ છે. કૌટુંબિક જંતુનાશકોનાં સલામત ઉપયોગને પ્રોત્સાહન આપતી બિનલાભદાયક ઔદ્યોગિક સંસ્થા ૐૈંઝ્રછ એ ગુજરાત રાજ્યમાં જંતુનાશક ધારા હેઠળ અમલીકરણ સંસ્થા કૃષિ વિભાગમાં અમદાવાદની નેચરોમા ઇન્સેન્સ પ્રાઇવેટ લિમિટેડ અને માહી/ક્રિષ્ના પર્ફ્યુમરી વર્ક્સ, વડોદરાની ડીપીબી પ્રોડક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ અને રાજકોટની ડિવાઇન ઇન્ડસ્ટ્રીઝ, પરમ અગરબત્તી વર્ક્સ દ્વારા મોસ્કિટો રિપેલ્લન્ટ ઇન્સેન્સ સ્ટિક્સનાં ઉત્પાદન સામે ફરિયાદ દાખલ કરી હતી. વિભાગે એનીકૃષિ કચેરીઓને આ ત્રણ શહેરોમાં કામગીરી શરૂ કરવાન સૂચના આપી હતી.  કૃષિ વિભાગે પરીક્ષણ માટે ઇન્સેન્સ સ્ટિક પણ મેળવી છે અને પરીક્ષણનાં પરિણામો મુજબ આ ઉત્પાદકો સામે કાર્યવાહી કરશે.

આ મુદ્દા પર હોમ ઇન્સેક્ટ કન્ટ્રોલ એસોસિએશન (એચઆઈસીએ)નાં સેક્રેટરી અને ડાયરેક્ટર શ્રી જયંત દેશપાંડેએ કહ્યું હતું કે, “ઇન્સેન્સ સ્ટિક્સનું ઉત્પાદન અને વેચાણ વિવિધ મંજૂરી ન ધરાવતી જંતુનાશક ફોર્મ્યુલામાંથી થાય છે, જેનું પરીક્ષણ ટોક્સિટી માટે થયું નહોતું. એટલે આ અતિશય ધુમાડા અને સુગંધ ઉત્પન્ન કરતાં નુકસાનકારક રસાયણો ધરાવતી છે. આ પ્રકારની ઇન્સેન્સ સ્ટિક્સનું ઉત્પાદન કે વેચાણ સજાને પાત્ર અપરાધ છે. અમારો ઉદ્દેશ કાયદાની અદાલતમાં ઉત્પાદકો અને વિક્રેતાઓને જવાબદાર ઠેરવી ઇન્સેન્સ સ્ટિકનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન અને વેચાણ બંધ કરવાનો છે.”

સમગ્ર ગુજરાતમાં રિલેક્સ, રીલિફ, નેચરલ રિલેક્સ, કિલર, મેજિક ૧૦ તથા અન્ય સમાન નામ સાથે ગેરમાર્ગે દોરતી બ્રાન્ડેડ ઇન્સેન્સ સ્ટિક્સનું વેચાણ થાય છે. ગુજરાત રાજ્યનાં કૃષિવિભાગ પાસેથી લાઇસન્સ મેળવ્યાં વિના જંતુનાશકો/એગ્રો કેમિકલ્સ ધરાવતી ઇન્સેન્સ સ્ટિકનું ઉત્પાદન થાય છે, એનો સંગ્રહ થાય છે અને એનું વેચાણ થાય છે. ધ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, ફરિદાબાદ મુજબ, લાઇસન્સ વિના ઇન્સેન્સ સ્ટિકનું ઉત્પાદન જંતુનાશક ધારા ૧૯૬૮/નિયમો હેઠળ સજાને પાત્ર ગુનો છે.

Previous articleક્વોલિટી માર્ક એવોડ્‌ર્સ ૨૦૧૯માં ૩૨ કંપનીઓ એવોર્ડસથી સન્માનીત
Next articleઓતમપુરામાં દારૂના વ્યસની પતિને પત્ની – પુત્રે ધોકાવતાં મોત નિપજ્યું