કૂતરું કરડ્‌યું તો ખુદ સિવિલના કર્મચારીને ઈન્જેક્શન લેવા બહાર જવું પડ્‌યું

478

શહેરમાં રખડતાં કૂતરાંઓની સંખ્યા વધી રહી છે. કોર્પોરેશન દ્વારા રખડતાં કૂતરાંઓ પકડવાની  કાર્યવાહી નામ બરાબર છે. તેનો પુરાવો શહેરની સિવિલ હોસ્પિટલ અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં જોવા મળે છે. હદની  વાત એ છે કે સિવિલમાં રોજના દૂર દૂરથી આવતા  સંખ્યાબંધ દર્દીઓ હોસ્પિટલમાં ઇન્જેક્શનનો સ્ટોક નહીં હોવાથી અત્યારે પાછા જવા મજબૂર બને છે.

છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં કૂતરું કરડવાની રસીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે છતાં તંત્રના પેટનું પાણી હજુ હલ્યું નથી જેનું ગંભીર ઉદાહરણ ખુદ સિવિલ હોસ્પિટલનો કર્મચારી છે. સિવિલના કર્મચારીને કૂતરું કરડી ગયું છે પરંતુ જે હોસ્પિટલમાં તે સેવા આપે છે ત્યાંજ તેની સારવાર માટેની રસી ન હોઈને તેમને  ફરજિયાત મેડિકલ  લિવ લઈને અન્ય હોસ્પિટલ કે ખાનગી દવાખાનામાં સારવાર કરાવવાની ફરજ પડી છે .

મહેશ પરમાર નામના કર્મચારી સિવિલ હોસ્પટલમાં ફરજ બજાવે છે.  જે ઉચ્ચ આરોગ્ય અધિકારી બી.સી.કાપડિયા ટી.બી. વિભાગ સંભાળી રહ્યા છે. તેમને સિવિલના કેમ્પસમાંથી કૂતરું કરડી જતાં સારવાર કે રસી માટે સિવિલ હોસ્પિટલમાં જ કેસ કઢાવ્યો હતો પરંતુ હોસ્પિટલના સતાવાળાઓએ તેમને કહ્યું કે રસીનો સ્ટોક નથી અને છેલ્લા એક અઠવાડિયાથી નથી એટલે ફરજિયાત તેમને અન્ય સ્થળે સારવાર માટે જવા માટે નોકરીમાંથી રજા લેવી પડી.

જો સિવિલના કર્મચારીની આ હાલત હોય તો સામાન્ય દર્દીનું શું કે જેઓ દૂર દૂરથી  આવીને પાછા  જવા માટે મજબૂર બને છે. કૂતરા કરડયાની રસી મૂકાવવા હોસ્પિટલોમાં લાંબી કતારો થાય  છે. એક હોસ્પિટલમાં દરરોજના સંખ્યાબંધ દર્દીઓ કૂતરા કરડયા બાદ હડકવા વિરોધી રસીના ઇન્જેકશનો લેવા આવે છે છતાં પણ કોર્પોરેશનની આંખો ખૂલતી નથી. આ અંગે મહેશ પરમારે જણાવ્યું હતું કે મારો કેસ કઢાવ્યા બાદ ડોકટરને કૂતરુંં કરડયા હોવાનું જણાવતા ડોકટરે આ કુતરા કરડયા બાદ લગાવાતું એન્ટી રેબીટ નામનુ ઇન્જેકશન હોસ્પિટલમાં હાલ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં એ બે દિવસ નહીં પણ આઠ દિવસ થયા છતાં હડકવા વિરોધી રસીનો સ્ટોક નથી. એના કારણે  દર્દી જો  પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોકટર પાસે જાય તો હજાર રુપિયાથી વધારે રૂપિયાનાં ત્રણ ઇન્જેકશનનો કોર્ષ કરવાનો ખર્ચ થાય.

Previous articleશાહપુર બ્રીજ પાસેની વસાહત આગળ ગટરના ગંદા પાણી રોગચાળાને નોતરશે
Next articleતાલુકા પંચાયતની સામાન્ય સભામાં પાંચ કરોડના વિકાસ કામોને મંજુરી