રોડ લેવલ કરતા એક ફૂટ પુલ નીચો બનવાથી રાહદારી ત્રાહિમામ તંત્રનું ભેદી મૌન

783

બાબરા મધ્ય માંથી પસાર થતા ૨૫ નંબર ના રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે ઉપર માર્કેટયાર્ડ નજીક આવેલો મોટો પુલ જીર્ણ થવાથી અને આ પુલ ઉપર વધતી ટ્રાફિક સમસ્યા ના કારણે અકસ્માત બનતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ પુલ નું નવ નિર્માણ કરવા ની સાથો સાથ તેની લગોલગ બીજો નવો પુલ તૈયાર કરી આવક જાવક સાઈડ વાહન માટે અલગ વ્યવસ્થા કરવા પાછળ  લાખો ના ખર્ચ કર્યા છે પરંતુ આ પુલ નું  ક્ષતિગ્રસ્ત નિર્માણ થવા થી વાહન ચાલકો મોટાભાગે જુના નિર્માણ પામેલા પુલ ઉપર રોંગ સાઈડ વાહન ચલાવવા મજબુર બને છે જેના કારણે નાના મોટા અકસ્માત માં અમુક ના મોત થયા છે અને અનેક લોકો અવાવર નવાર ઈજા ગ્રસ્ત બનવા ની સાથોસાથ પોતાના વાહનો માં નુકશાની વેઠવી પડી રહી છે.

ભાવનગર તરફ જવા ડાબી બાજુ ના નવા બાંધકામ વાળો પુલ રોડ લેવલ કરતા એક ફૂટ થી વધુ નીચો રહેવાથી ચોમાસા માં પુલ માં પાણી નો મોટો ભરાવો થાય છે સાથો  સાથ પુલ ના બંને સાઈડ ના છેડા  રોડ જોઈન્ટ માં મસ મોટા ખાડા પડી જતા અવાર નવાર કામ ચલાવવા માટી નાખી પુરાણ કરી દેવામાં આવે છે જેના કારણે થોડા દિવસો માં ફ્રરી પછી પહેલા જેવી સ્થિતિ નિર્માણ થાય છે.

હાલ આ પુલ ૬૦ ટકા ઉપરાંત બિન ઉપયોગી સાબિત થયો છે અને અવાર નવાર અકસ્માત માં એકલ દોકલ બાઈક ચાલકો  જીવ પણ ગુમાવી ચુક્યા છે

બાબરા ના રાહદારી વર્તુળ આગામી સમય માં આ ક્ષતિ ગ્રસ્ત પુલ મુદ્દે જીલ્લા કલેકટર સમક્ષ પુલ નું બાંધકામ કરનારા અને તેના સૂપરવિઝન કરનારા અધિકારી વિરુધ માં રજુવાત સહિત ભવિષ્ય માં થનાર મોટા અકસ્માત માટે માર્ગ રોડ વિભાગ ને દોષિત ગણવા સહિત માંગ કરવા જનાર હોવાનું જણાવી રહ્યા છે.

Previous articleરાજુલાની સેન્ટ થોમસ હાઈસ્કુલની મનમાની સામે NSUI દ્વારા આવેદન
Next articleરાજુલા ખાતે શિક્ષક શરાફી મંડળીની સાધારણ સભા મળી