પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકીંગ

581

ભાવનગર જિલ્લામાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટાડવાના ભાગરૂપે તેમજ આરટીઓના નિયમોનો ચુસ્ત પણે અમલવારી કરાવવાના ભાગરૂપે ભાવનગર શહેરમાં આજે તમામ ડીવીઝન દ્વારા વિવિધ વિસ્તારોમા ંવાહન ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરના આદેશાનુસાર ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકરના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરમાં તમામ ડીવીઝનો દ્વારા આજે વાહન ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. શહેરના નિલમબાગ સર્કલ, જકાતનાકા, કાળીયાબીડ, આર.ટી.ઓ. સર્કલ સહિતના વિસ્તારો પર પોલીસ કાફલાઓ પસાર થતા વાહનોને રોકી ચેકીંગ કર્યુ હતું. આ ઉપરાંત કાળી ફિલ્મ લગાવેલી કારમાંથી ફિલ્મો પણ ઉતારી લેવાઈ હતી. વાહન ચેકીંગના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆસ્થા-આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમા ધર્મસ્થાનોએ માનવીને માનસિક શાંતિ આપી છે : મુખ્યમંત્રી રૂપાણી