સરકારી વિભાગોમાં થયેલા કૌભાંડોનાં વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં ધામા

446

રાજ્યમાં ખેડૂતો સાથે થયેલા અન્યાય અને ખેડુતોના નામે સરકારી વિભાગોમાં થયેલા વિવિધ કૌભાંડોના વિરોધમાં આજે ગાંધીધામથી કોગ્રેસ દ્રારા ટ્રેકટર યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમા કોગ્રેસના વિવિધ આગેવાનો જોડાયા હતા. ૩૦ ટ્રેકટર સાથે યાત્રા ગાંધીનગર પહોંચી કૌભાંડના પુરાવા સરકારને સોપંશે૨૦૧૭થી ગુજરાતમાં વિવિધ કૌભાંડો મુદ્દે સરકાર ભીંસમાં છે. જો કે ૨૦૧૭માં બહુ ગાજેલા મગફળી કાંડમા સરકારની કાર્યવાહી પછી ફરી કોગ્રેસે જ્યારે ગાંધીધામમાંથી મગફળી કૌભાડ ઝડપ્યુ છે. ત્યારે તમામ મામલાઓમાં યોગ્ય તપાસ ન થતા આજે કોગ્રેસે ગાંધીધામથી જ ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં કોગ્રેસ કિસાન મોરચા સહિત કોગ્રેસના વિવિધ પાંખના આગેવાનો જોડાયા હતા. કોગ્રેસના અર્જુન મોઢવાડીયા અને કિસાન પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ યાત્રાને ખુલ્લી મુકી સરકાર સામે આક્ષેપો સાથે આગામી લડત અને રણનીતી અંગે વાત કરી હતી.

આ પહેલા પણ કોગ્રેસે આ મુદ્દે વિવિધ આંદોલન અને લડત કરી પરંતુ જે રીતે ગુજરાતમાંથી વિવિધ કૌભાંડો ખુલી રહ્યા છે. તેવામાં કોગ્રેસે ખેડુતોના નામે રાજ્યની ભાજપની સરકાર કૌભાંડ કરી રહી હોવાના આક્ષેપ કર્યા છે. જો આગામી દિવસોમાં પુરાવા સોંપ્યા બાદ પણ સરકાર પગલા નહી ભરે તો કાયદાકીય લડત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleગાંધીનગરના બિલ્ડર અને વકીલે ગર્ભવતી યુવતીને નશીલો પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું
Next articleઉમેદવાર ડીકલેર કરવામાં કોંગ્રેસે બાજી મારીઃમિત્તુલ કોંગ્રેસનો ઉમેદવાર