સુપ્રિમે મેઘાલય સરકારને ગેરકાયદેસર કોલસાની ખાણ માટે ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો

370

સુપ્રીમ કોર્ટે બુધવારે મેઘાલય સરકારને ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (દ્ગય્‌)એ કેન્દ્રીય પ્રદુષણ નિયત્રંણ બોર્ડ સાથે ગેરકાયદેસર કોલસાની ખાણ પર પ્રતિબંધ લગાડવામાં નિષ્ફળ નિવડ્યા બાદ સરકારને આ દંડ ફટકારાયો હતો. જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચે રાજ્ય પ્રશાસનને આદેશ આપ્યો હતો કે ગેરકાયદેસર કોલસાને કોલ ઈન્ડિયા(સીઆઈએલ)ને સોંપી દેવામાં આવે.

કોર્ટે કહ્યું કે, કોલ ઈન્ડિયા તેની હરાજી કરશે અને તેમાંથી આવેલા પૈસાને રાજ્ય સરકારના ફંડમાં જમા કરાવશે. સાથે જ કહ્યું કે, રાજ્યમાં હવે ખાનગી અને સમૂહની માલિકી વાળી જમીનો પર ખાણ સંચાલન માટે સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી લેવી પડશે. દ્ગય્‌એ મેઘાલય સરકારને ચાર જાન્યુઆરીએ દંડ ફટકાર્યો હતો. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સ્વીકાર્યુ છે કે તેમના રાજ્યમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર કોલસાની ખાણ ચાલી રહી છે.

ગુવાહાટી હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ બીપી કાકોટીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિના રિપોર્ટમાં કહ્યું હતું કે, મેઘાલયમાં અંદાજે ૨૪,૦૦૦ ખાણ છે. જેમાંથી મોટાભાગે ગેરકાયદેસર ચાલી રહી છે. આ લોકો પાસે ન તો લાયસન્સ છે ન તો તેમને પર્યાવરણની મંજૂરી લીધી છે.

Previous articleરેંજ આધારિત કારોબાર વચ્ચે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહી
Next articleદુનિયાભરમાં આ વર્ષે જૂન મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ રહ્યો