એટીએસ દ્વારા મોરબીમાં દરોડા પાડતા ૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું

82

ડ્રગ્સની હેરાફેરી કરનાર પર સકંજો કસતી પોલીસ : મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા : મોરબીમાં પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યોનો ખુલાસો
અમદાવાદ, તા. ૧૫
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પોલીસ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ કરતાં અસામાજીક તત્વો ફરતે સકંજો કસી રહી છે. તેમાં એક જ સપ્તાહમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના બે જગ્યાએથી કરોડો રુપિયાના ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડાતાં તમામ લોકો વિચારવા માટે મજબૂર બની ગયા છે કે શું ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે દલાતરવાડી બની ગયું છે કે શું? આખરે ગુજરાતમાં આટલું ડ્રગ્સ ક્યાંથી આવે છે? આ સવાલો વચ્ચે ગઈકાલે મોરબીના નવલખી પોર્ટ નજીક આવેલા ઝીંઝુડામાં એટીએસદ્વારા પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં ૬૦૦ કરોડ રુપિયાની કિંમતના ૧૨૦ કિલો ડ્રગ્સ પકડયા મામલે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ મહત્વની માહિતી આપી છે. ડીજીપીએ મીડિયા સંબોધનમાં માહિતી આપી કે, મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે. પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતા, જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. દૂબઈમાં ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું આખુ કાવરતુ રચવામાં આવ્યુ હતું. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના ઝહીર સાથે સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ ેંછઈમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી. પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના ૨૦૧૯ ના ૨૨૭ કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.આરોપી ગુલામ ભાગડ તાજેતરમા સલાયા ખાતે મહોર્રમ તાજિયા વખતે થયેલા રાયોટિંગના ગુનામાં પકડાયો હતો. કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ ૧૮૦૦ લોકોની વસ્તુ ધરાવતુ ઝીંઝુડા ગામ ચર્ચામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતન છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે, ગામમાં આરોપી સમસુદ્દીન દોરા ધાગાનું કામ કરતો હતો. જ્યારે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો.

Previous articleસુરત શહેરમાં મળશે રોડો અને કરોડો
Next articleઆદિવાસી પરંપરાની ગાથાને ભવ્ય ઓળખ અપાશે : મોદી