સુરત શહેરમાં મળશે રોડો અને કરોડો

112

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કેહવત સાંભળીજ હશે તમે બધાએ કારણ, તાપીના કાંઠે વસેલું મારું શહેર જેને ભૂતપૂર્વ સુર્યપુર કહેવામાં આવતું અને જેની ભૂમિમાં એટલો વિશાળ ધનકુબેર જમા છે કે શિવાજી જેવા મહારાજા દ્વારા ૨-૨ વખત ૧૯૬૪-૧૯૭૦ ની સાલમાં લૂંટવામાં આવ્યું હતું. મીની સૌરાષ્ટ્રના નામથી ઓળખાતા મારા શહેર સુરતમાં ડાયમંડ એન્ડ કાપડનો ધંધો પુષ્કળ પ્રમાણમાં થાય છે, એવું કહેવાય છે કે દુનિયામાં વેંચતા દર ૧૦૦ હિરામાંથી ૯૦ હીરા તો સુરતના કારીગર દ્વારા જ બનાવામાં આવેલા હોય છે અને સુરતની કાપડ મીલનું કપડું કન્યાકુમારીથી લઈએ કેન્યા સુધી ઠેકે ઠેક વેચાય છે. સુરત શહેરમાં અનેક પ્રાચીન મંદિર,મસ્જિદ અને દેવાલયો આવેલા છે જે સુરતની શાન વધારનાર છે. આ બધી વાત સાથે ચોખ્ખાઈના માપદંડમાં સુરત શહેરને વૈશ્વિક સ્તરે ૭ મું સ્થાન મળેલ છે. ચોખાઇની સાથે સાથે સુરતમાં લગભગ લગભગ ૧૧૫ ઓવરબ્રિજ આવેલા છે જે દુનિયાના કોઈ પણ એક શહેરમાં આવેલ નથી એટલે કે ઓવરબ્રિજમાં સુરત શહેર સ્વતંત્ર ધોરણે પોતાનું એક હથ્થું શાસન ધરાવે છે. આટલા બધા સુરતના વખાણ સાંભળીને તમને તો એમજ થયું હશેને ચાલને કાલે જ એક આંટો સુરત મારી આવું અથવા તો લાવને સુરતમાં ૧-૨ નાની મોટી જગ્યા લઇ લવ, તો આવું વિચારનારા દરેક લોકોનું સુરતમાં ભાવ, આદર,સત્કાર અને સન્માન સાથે આપનું સ્વાગત કરીએ છીએ. કહેવાય છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તેવીજ રીતે સુરત શહેરની પણ ૨ પ્રકારની છાપ છે. શહેરમાં રહેલ રોડ અને ઓવરબ્રિજના ઉદાહરણ તો મૈ આગળ જ આપી દીધા હવે વાત કરીએ તો પૈસાની એવો એક પણ તહેવાર નથી કે જેની અંદર સુરતીઓ મન મૂકીને પૈસા ન વાપરે. સુરતમાં આ વર્ષે દિવાળી પર ૫૦ કરોડની મીઠાઈ, ૧૪૦૦ કરોડની મોટર અને કાર, ૬૦૦ કરોડના ઝવેરાત, ૨૦૦ કરોડના ઇલેક્ટ્રોનિક્સ અને ૨૫૦-૩૦૦ કરોડ આસપાસના કપડાં અને અન્ય ઘર વખરીના સામાનોની ખરીદી થઇ છે. ગણતરી કરો તો જરાક….૧૦૦.૨૦૦.૩૦૦ અ.ધ .ધ .ધ ૨૫૫૦ કરોડ રૂપિયા સુરીતાલાલા દ્વારા દિવાળીના ૧૫ દિવસના ઉત્સવમાં વાપરવામાં આવ્યા. હાલની વસ્તી ગણતરી જોતા સુરતની કુલ વસ્તી છે ૬૮ લાખ, હવે ૬૮ લાખ માંથી ૧૫% લોકોને ૧૦-૧૫ વર્ષની ઉમરમાં મુકીયે અને બીજા ૧૫% લોકોને સિનિયર સીટીઝન તરીકે મૂકીએ એટલે કે ૬૨ માંથી ૧૫ લાખ જાય એટલે વધ્યા ૪૭ લાખ, હજી તો આપણે ગરીબ, અનાથ અને મધ્યમવર્ગી માણસોની ગણતરી મૂકી જ નથી, છેને મજાની વાત. આજકાલ અમદાવાદ, બરોડા રાજકોટ અને મુંબઈના લોકોને સુરત હલકું લાગે છે પણ યાદ રાખજો એક દિવસ એવો હશે કે વિદેશના ધોળીયાઓ સુરતમાં હીરા ઘસવા આવશે, શહેરની પ્રગતિ જોતા બુલેટ ટ્રેન અને ડાયમંડ બુર્શનું સપનું આવનારા સમયમાં સાકાર થવા જય રહ્યું છે ત્યારે ભવિષ્યમાં લોકો સુરતને ડાયમંડ-ટેક્સ્ટાઇલ હબની સાથો સાથ અધતન સુવિધા સાથેના રોડો અને તહેવારોની ઉજવણીમાં કરોડો વાપરી નાખનારામાં ગણતરી કરશે તે દિવસે મારા આ સ્લોગનને ચાર ચાંદ લાગી જશે અને ત્યારે આખી દુનિયા મોઢામાં આંગળા નાખીને બોલશે સુરતમાં મળે છે રોડો અને કરોડો.
ભાવિક બી. જાટકીયા
સુરત, ૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleએટીએસ દ્વારા મોરબીમાં દરોડા પાડતા ૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું