તા.૩૧-૧૧-ર૦૧૮ થી ૦૫-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1411

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો બંધનયોગની અનુભૂતિ સાથે ૨૦૧૯માં પ્રવેશ આપે છે તેથી માર્ચ મહીના સુધી આર્થિક માનસીક અને શારીરીક ત્રણેય રીતે સાચવવુ જરૂરી બનશે ત્યાર પછીતો તો સમય કાર્ય સફળતાના યોગ આપશે નવા કાર્યો માટે પણ પછીનો સમય શુભ રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પરિસ્થિતી જળવાઈ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં સંપૂર્ણ વર્ષ મહત્વના નિર્ણયોમાં ધ્યાન રાખવુ જરૂરી બનશે. આપના માટે બુધવારના વ્રત અને રાહુગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મીત્રો આપના માટે ગ્રહોનો વરતારો ધીમીગતીની પ્રગતીને સ્વીકારીને ઉતાવળા સાહસો નહી કરતો તો ૨૦૧૯ની સાલ શની ગ્રહની નાની પનોતીના સંપૂર્ણ વર્ષમાં પણ ગુરૂગ્રહના આર્શીવાદ મળે છે જે માનસિક અને આર્થિક રીતે યેનકેન પ્રકારે રક્ષણ આપે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે. કાયદાકીય રીતે સહિ સિક્કામાં ધ્યાન રાખવુ મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશં સંતાન સંબંધી કાર્યોમાં પ્રગતી મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલ સંપૂર્ણ વર્ષ દિન પ્રતીદીન પ્રગતી આપી શકે છે. માત્ર જન્ના ચંદ્ર ઉપર માર્ચ માસથી રાહુનુ ભ્રમણ અને ગુરૂગ્રહની નિર્બળતા કાલ્પનીક ભયનો ત્યાગે અને મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. વીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવુાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવા મા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલ સંપૂર્ણ વર્ષ દિન પ્રતિદિન પ્રગતી આપી શકે છે માત્ર જન્મના ચંદ્ર ઉપર માર્ચ માસથી રાહુનું ભ્રમણ અને ગુરૂગ્રહની નિર્બળતા કાલ્પનીક ભયનો ત્યાગ અને મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી આજે જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવામા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલની શરૂઆત યથાવત રાહ ગુરૂ અને મંગળ ગ્રહના બંધનયોગથી મળે છે. તેથી આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે સંભાળવુ જરૂરી છે. ખાસ કરીને માર્ચ મહિના સુધી રાહુગ્રહ ભ્રમણ પુર્ણ થાય ત્યાં સુધી મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. સાચવવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા રહેશે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય રીતે સાવચેત રહેવું મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. સંતાનોના કાર્યોમા સાવધાની રાખવી જરૂરી છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૮ની સાલમાં શનિગ્રહની નાની પનોતીનો કપરો સમય મળી રહ્ય છે. તેથી પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. વધુ માર્ચ મહિનાથી રાહુગ્રહની ભ્રમણ કર્મસ્થાનમાં શુભફળ આપશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમા પ્રગતી મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી આનંદ રહેશે. કાયદાકીય રીતે અને મોસાળ પક્ષથી સહકાર રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલની શરૂઆત સંપૂર્ણ સમય આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે શુભફળ રહેશે. ઘણા સમય પછી આ વર્ષે વાર તહેવારોનો આનંદ માણી શકશો જન્મના ગ્રહો શુભ હશે તો અચાનક કાર્ય સફળતાના યોગ મળે છે. મિલ્કત અને વિલવારસાથી શુભફળ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનો જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. સંતાનોના કાર્યોમા પ્રગતી મળશે. આપના માટે શુક્રવારેના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલ જન્મના ચંદ્ર ઉપર ગુરૂ ગ્રહનું શુભ ભ્રમણ સંપૂર્ણ કાર્યસફળતાના યોગ આપે છે તો પણ વર્ષની શરૂઆત મહત્વના કાર્યો નિરાકરણ કરી લેવુ જરૂરી છે. નહિતો માર્ચ મહિનાથી રાહુગ્રહનો બંધનયોગ અશુભ મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે ફળ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ચ ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કાયદાકીય રીતે અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. સંતાનોની પ્રગતી જોઈ શકશો. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ ની સાલ શનીગ્રહની પનોતીનો બીજો અશુભ તબક્કો અને મંગળ રાહુ અને ગુરૂ ગ્રહનો બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેમ છતાં માર્ચ મહિનાથી અઢાર માસના રાહુ ગ્રહના બંધનયોગથી મુક્તિ મળશે જે આપને ઘણી રાહત અને પ્રગતી આપશે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ચિંતા આપી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ૨૦૧૯ સાલ સંપૂર્ણ વર્ષ રાશીપતી શનિગ્રહનો અશુભ બંધનયોગ કાર્યોમાં અડચણો અને નિરાશા આપી શકે છે. તેમ છતા ગુરૂગ્રહના આર્શીવાદ અને માર્ચ મહિનાથી રાહુગ્રહનું સ્થાન બળ પામવુ કોઈ પણ કપરા કાર્યોને સરળ બનાવી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોેની પ્રગતી જાઈ શકશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય થશે મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો  ૨૦૧૯ની સાલની શરૂઆતથી અંત સુધીનો સમય પ્રગીતાકરક રહેશે લાભસ્થાનમા શનીગ્રહનું ભ્રમણ કાર્યસફળતાના યોગ આપે છે. નવા કાર્યોનું આયોજન પણ શુભ બનશે માર્ચ મહિનાથી ગુરૂગ્રહનુ મિશ્રફળ મળશે તેથી વધુ પડતો વિશ્વાસ નુકશાન આપી શકે છે. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ૨૦૧૯ની સાલ સંપૂર્ણ વર્ષ ભાગ્યસ્થાનમાં ગુરૂગ્રહના આર્શીવાદ મળે છે જે આપની મનોકામના પૂર્ણ કરશે અને માર્ચ મહિનાથી પરાક્રમ સ્થાનમા રાહુ ગ્રહનું ભ્રમણ ગમે તેવા કપરા કાર્યોને આસાન બનાવી દેશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

Previous articleસમાજને બદલવાનું કાર્ય યુનિ.ના માધ્યમથી શકય બનશે – રાજયપાલ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે