મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગ સુધી દરેક કાર્યોમાં સાવધાની રાખવી મહત્વના નિર્ણયો મુલત્વી રાખવા પરંતુ મધ્યભાગથી દોઢ માસથી ચાલતો રાશી પત્તી મંગળગ્રહોનો અશુભ બંધનયોગ પુર્ણ થાય છે તેવી હવે કાર્ય સફળતાના યોગ મળશે. ભાર હળવો થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનો પ્રશ્ન ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચરગ્રહનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે. પરંતુ મધ્યભાગથી સિંહ રાશીમાં મંગળગ્રહનું સુખ સ્થાનનું ભ્રમણ અશુભ બંધનયોગ દોઢ માસ માટે આપે છે. સાથે પનોતીનો કપરો સમય પણ છે તેવી આવેશ ઉશ્કેરાટનો ત્યાગ કરવો આવશ્યક છે. મિલ્કત અને વારસાઈ કાર્યમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી ધનસ્થાનમાં સુર્યમંગળનો અશુભ અંગારયોગ પુર્ણ થાય છે. અને દોઢ માસ માટે પરાક્રમ સ્થાનમાં મંગળ ગ્રહ સ્થાન બળ પામે છે. તેથી કપરા કાર્યો પણ સરળ બની શકે છે. નવા કાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ રહેશે. મિલ્કત અને કુટુંબીક પ્રશનોનું નિરાકરણ અન્યની સલાહથી મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પ્રગતિ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી જન્મના ચંદ્રથી બીજે મંગળ અને બારમે રાહુનું ભ્રમણ અશુભ પાપ કર્તરી યોગનું નિર્માણ કરેલ છે. તેથી માનસિક એકાગ્રતા કેળવવી મુશ્કેલ બની શકે છે. તેથી મહત્વના નિર્ણયો માટે ખુબ જ ધીરજ રાખવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યો માટે સ્વહસ્તે જ નિર્ણયો કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી મંગળગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેમ છતાં હજુ ગુરૂ સુર્ય અને શુક્રગ્રહનો બંધનયોગ અશુભ ફળ આપે છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું અને ભુતકાળને ભુલીને વર્તમાનમાં જીવવું જરૂરીબ નશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને સપ્તાહના મધ્યભાથી વ્યય સ્થાનમાં મંગળગ્રહનો દોઢ માસ માટે અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. સાથે સપ્તાહના મધયભાગથી મંગળગ્રહ લાભ સ્થાનમાં દોઢમાસ માટે શુભફળ આપે છે. જે ભુતકાળમાં કરેલા કાર્યો મહેનતનું ફળ આપશે. નવા કાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ રહેશે. વિશ્વાસ કેળવવો જરૂરી છે. મીલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદરો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રગતિ થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે સોમવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી ભાગ્યસ્થાનમાં સુર્ય મંગળનો અશુભ અંગાર યોગ પુર્ણ થાય છે. અને દોઢ માસ માટે કર્મસ્થાનમાં મંગળગ્રહ આપને નિરપેક્ષ ભાવના અને કાર્યક્ષમતામાં વૃધ્ધી કરવાનું સુચવે છે. જે ભવિષ્યમાં ખુબ જ લાભદાયી ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનુંં આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષણુશસ્ત્રના હજાર નામ વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત પ્રતિકુળ સમય આપે છે મધ્યભાગથી સુર્યમંગળનો અશુભ અંગાર યોેગ પૂર્ણ જાય છે. સાથે મંગળગ્રહનો બંધનયોગ પણ પૂર્ણ થાય છે તેથી કાર્ય સફળતાના યોગ જરૂર મળશે માત્ર ગુરૂ નિર્બળ છે તેથી અન્યની સલાકથી લાભ મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતમા સમય શક્તિનો સદઉપયોગ કરીને મહત્વના કાર્યો આટોપવા જરૂરી બને છે. મધ્યભાગથી મંગળગ્રહનો અશુભ બંધનયોગ દોઢ માસ માટે નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે તેથી સ્વતંત્ર શૈલી અપનાવવાથી લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી મધ્ય ફળ મળશે કોર્ટકચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીની ભક્તિ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે સાથે સપ્તાહના મધ્યભાગથી મંગળગ્રહનુ ભ્રમણ દોઢ માસ માટે જન્મના ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરશે જે શુભ લક્ષ્મીયોગનું નિર્માણ કરે છે. અચાનક ધન પ્રાપ્તીના યોગ મળશે નવાકાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ બનશે. આપની માટે શનિવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનજ્મના ચંદ્રથી સુખ સ્થાનમા રાહુ અને કર્મસ્થાનમાં શનિ કેતુનો અશુભ શાપીત દોષ નિરાશા અને નિષ્ફળતા આપે છે તેમ છતાં સપ્તાહના મધ્યભાગથી રોગ શત્રુ સ્થાનમાં મંગળગ્રહ શુભફળ આપશે કપરા કાર્યો પણ સરળ બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષ શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.