તા.૨૮-૫-ર૦૧૮ થી ૩-૬-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય

1875

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ગુરૂ ગ્રહની શુભ દ્રષ્ટિ ગજકેસરી યોગનું નિર્માણ કરેલ યછે. તેથી કોઈપણ મુશ્કેલીમાં પણ માનસિક એકાગ્રતા કેળવી શકશો. માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરશો તો કાર્ય સફળતા મેળવી શકશો. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે.  પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સૂર્યગ્રહ અને બુધ શુક્રનો પરિવર્તન યોગ માનસિક એકાગ્રતો ભંગ કરી શકે છે. જે કાર્ય સફળતા મળવામાં મુશ્કેલી આપી શકે છે. સાથે શનિગ્રહની પનોતી વધુ મહેનતે થોડી સફળતા મળવામાં મુશ્કેલી આપી શકે છે. સાથે શનિ ગ્રહની પનોતી વધુ મહેનતે થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપીશકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહશેે. બેહનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય કેતુ અને મંગળનો બંધનયોગ યથાવત અશુભફળ આપે છે. તેમ છતા રાશીપતી બુધ ગ્રહનો શુક્ર સાથે પરિવર્તન યોગ યેન કેન પ્રકારે સફળતા જરૂર આપશે માત્ર વધુ પડતી અપેક્ષાનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ નિર્બળ ફળ આપે છે. તેથી મોજશોખ અને આળસવૃત્તિનો ત્યાગ કરશો તો નવા કાર્યોનું આયોજન પણ શુભ રહેશે. માત્ર સમયશકિતનો સદઉપયોગ કરવો જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં જ બંધનયોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું આયોજન સફળ થશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ- શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર રાહુ ગ્રહનો બંધનયોગ અડચણો અને નિષ્ફળતા આપવાનું કાર્ય કરે છે. તેથી વાસ્તવિકતાના સ્વીકાર અને કાર્યોમાં એકાગ્રતો કેળવવાથી જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. આપનું આરોગ્ય ચિંતા મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના અશુભ સમયમાં પણ ભાગ્ય સ્થાનમાં બુધ અને કર્મસ્થાનમાં શુક્રનો શુભ પરિવર્તન યોગ અચાનક કાર્ય સફળતાના યોગ આપી શકે છે. તથા યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપી શકે છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે.કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસથી આનંદ રહેશે.  આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – સુર્ય બુધ મંગળ અને કેતુ ગ્રહનો બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સંભાળવાનું સુચવે છે. તેથી જે પરિસ્થિતિ છે તે સાચવવામાં જ પ્રગતિ સમજવી જરૂરી છે. ઉતાવળા સાહસોથી દુર રહેવું. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાંઅડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. આપનુ આરોગ્ય કેર માંગી લેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. આપનું આરોગ્ય કેર માંગી લેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર સમય શકિતનો દુર ઉપયોગન થાય તો જોશો નહીંતો ભવિષ      ્‌યના સમયમાં જ બંધનયોગ મળી શકે છે. તેથી અગત્યના કાર્ય્‌ આ સમયમાં પુર્ણ કરવા જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વિલવારસાના કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શનિ ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ  શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ ગ્રહનો અશુભ બંધનયોગમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. માત્ર આત્મવિશ્વાસમાં વૃધ્ધ અને જે મળે તેમાં સંતોષ માનવાથી જ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેરજીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય  મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દરેક ગ્રહોના આર્શીવાદ અને સહકાર મળે છે. માત્ર રાશીપત્તી શનિગ્રહનું વક્રગતીનું ભ્રમણ કોઈપણ કાર્યમાં જાગૃત રહેવાનું સુચવે છે. અચાનક નુકશાની અથવા નિષ્ફળતા મળી શકે છે. તેથી અન્યના વિશ્વાસે ન રહેવું. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે  વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યો થી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ- સુર્ય બુધ મંગળ અને કેતુ ગ્રહનો બંધનયોગ ન ધારેલા ન વિચારેલા સમય સંજોગો આપી શકે છે.  જન્મના ગ્રહો અથવા ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્યસફળતા મળી શકે છે. તેથી ખુબ જ ધરીજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવ્દો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળસમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર રાશીપતી ગુરૂ ગ્રહનો બંધનયોગ અશુભ  ફળ આપે છે. તેથી સ્વપરાક્રમ અથવા દરેક અગત્યના નિર્ણયો સ્વહસ્તે કરવાથી જ કાર્યસફળતા મળી શકે છે. નવા કાર્યોનં આયોજન માટે સમય શુભ રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય  મળી શકે છે.