તા.૨૫-૦૨-ર૦૧૯ થી ૦૩-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

2892

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ યથાવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તેથી નવાકાર્યોમ ાટે પણ સમય શુભ નથી મળતો તેથી ધીરજ ધરવી જરૂરી છે. ઉતાવળા સાહસથી નિરાશા મળી શકે છે. કારણ કે થોડા સમયમાં જ દોઢ વર્ષના રાહુગ્રહનો બંધનયોગ પુર્ણ થાય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ લેવા. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા  પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ આપે છે. નવા કાર્યોના આયોજન માટે પણ શુભ સમય રહેશે. માત્ર આવેશ અને ઉશ્કેરાટથી કોઈપણ મહત્વના નિર્ણયો ન લેવાય જાય તે જોશો. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટક ચેરી અને કાયદાકીય બાબતોમાં સહિ સિક્કાનીબ ાબતોમાં ધ્યાન રાખવું. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ – જન્મના ચંદ્ર ઉપર શનિગ્રહની દ્રષ્ટિ અને ગુરૂગ્રહની નિર્બળતા નિરાશા અને નિર્બળતા આપી શકે છે. માત્ર લાભ સ્થાનમાં સ્વગૃહી મંગળની પ્રબળતા સાહસવૃત્તિ આપે છે. જે કાર્યસફળતાના યોગ પણ આપે છે. માત્ર વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ ગ્રહ અને સુર્ય ગ્રનો બંધનયોગ કાલ્પનીક ભયનો ત્યાગ અને વધુ પડતો આત્મવિશ્વાસ પણ ન રાખવનું સુચવે છે. મહત્વના નિર્ણયો પુર્ણ કરવા જરૂરી છે. નહીં તો ટુંક સમયમાં રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિસિક્કા કરવામાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ ગુરૂ ગ્રહનો બંધનયોગ યથાવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તેથી જે પરિસ્થિતિ છે. તેમાં ફેરફાર કરવા માટે યોગ્ય સમય નથી માત્ર થોડો સમય રાહ જોવો અઢાર માસના રાહુગ્રહના બંધનંયોગ મુક્તિ મળે છે. ત્યાર પછી જ કાર્ય સફળતાના યોગ બને છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે, આર્થીક રીતે અશુભ સમય મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી  સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના  વ્રત અને ગુર ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ લાભ સ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. કપરા કાર્યો પણ સરળ બની શકે છે. તેથી સમય શક્તિનો દુર ઉપયોગ ન થાય તે જોશો નહીં તો ભવિષ્યમાં જ વધુ મહેનતે થોડી સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ચંદ્ર મંગળની પ્રતીયુતિ અને અન્ય ગ્રહોનો આર્શીવાદથી આર્થ્ક માનસિક અને શારિરીક ત્રણેય રીતે શુભ સમય મળે છે. ઘણા સમય પછી જીવનમાં શુભ દ્રષ્ટિનો સંચાર મળી રહ્યો છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. મિત્રોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચ ગ્રહોનું ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ સુર્યગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. તેમ છતાં મંગળગ્રહની પ્રબળતા ગમે તેવા રોગશત્રું સામે વિજય અપાવી શકે છે. મિત્રો આ સમયમાં મહત્વના કાર્યોમાં ઝડપ રાખજો નહીં તો ભવિષ્યમાં જ રાહુગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ ગુરૂ ગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. તેમ છતા થોડો સમય ધીરજ ધરશો તો ભવિષ્યમાં જ રાહુ ગ્રહન સાનુકુળ બની શકે છે. તેથી મહત્વના નિર્ણયો કાલ મુલત્વી રાખવા જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને મંગળગ્રહનો અશુભ બંધનયોગ ન સમજાય ન સહેવાય તેવી વેદનાનો સંચાર કરી શકે છે. તેથી ઈશ્વર ઉપર  શ્રધ્ધા અને અને આત્મવિશ્વાસ કેળવવાથી સંતોષ અને સફળતા મળી શકે છે. એકાગ્રતા કેળવવી જરૂરી છે.  મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો સહકાર યથાવત આર્શીવાદ અને કાર્ય સફળતા આપે છે. માત્ર અ સમયનો  સદઉપયોગ કરી લેશો, નહીં તો ભવિષ્યમાં જ રાહુગ્રહનું નિર્બળ ભ્રમણ વિચારોમાં નિર્બળતા અને પ્રેમ સંબંધી બાબતોમાં ચિંતા આપી શકે છે. મિલ્કતે અને વિલવારસના કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મહત્વના નિર્ણયો સ્વ્હસ્તે જ કરવાનું સુચવે છે. અન્યની સલાહ અને વિચારો નુકશાની આપી શકે છે. વાણી વર્તન અને વ્યવહારમાં પણ નમ્રતા કેળવવી જરૂરી છે. કાર્ય સફળતા જરૂર મળશે. માત્ર આપની અપેક્ષા થોડી વધુ હશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સાથે વિવાદો ન સર્જાય તે જોશો- વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવાર ના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફમળદાયી સમય રહેશે.