તા.૦૩-૦૨-ર૦૧૯ થી ૧૦-૦૩-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય

1317

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો અઢાર માસથી ચાલતા રાહુ ગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી ઘણા સમયથી મનમગજ ઉપર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ થશે. રોકાયેલા કાર્યોનું નિરાકરણ મળશે. પરાક્રમ સ્થાનમાં બુધના ઘરમાં રાહુ અઢાર માસ રહીને સ્થાન બળ પણ પામે છે જે આપના માટે ખુબ જ ચાલુ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાનમાં મિથુન રાશીના ધરમાં રાહુ ગ્રહનું ભ્રમણ દોઢ વર્ષ માટે રહેશે અને સાથે શનિગ્રહની પનોતીનું ભ્રમણ અને શનિ રાહુનો અશુભ યોગ મૌન બનીને કાર્યો કરવાની સલાહ આપી રહ્યા છે. શબ્દોથી સંબંધો અને વધુ પડતી અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. માટે ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં  અડચણો  મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મચળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો કાલ્પીનક ભય અને  નિર્બળ વિચારોનો ત્યાગ કરશો તો જ કાર્ય સફળતા મળી શકે છે. કારણ કે આપની જ રાશીમાં રાહુ ગ્રહનું ભ્રમણ અઢાર માસ માટે મળી રહ્યું છે અને જન્મના ચંદ્ર ઉપર શનિગ્રહની અશુભ દ્રષ્ટિ સાથે હવે કેતુગ્રહ પણ અશુભયોગ આપે છે. માટે વિચારોમાં એકાગ્રતા કેળવવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના ાટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સપ્તાહની શરૂઆતથી શિવ ઉપાસના કરવાનો લાભ મળે છે. તેથી શિવરાત્રીથી જ શિવભક્ત બનવાથી લાભ રહેશે. કારણ કે જન્મના ચંદ્રથી બારમાં સ્થાનમાં રાહુગ્રહનું અશુભ ભ્રમણ અઢાર માસ માટે આર્થીક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. એકાગ્રતા કેળવવી અશક્ય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે અશુભફળ  મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને કાયદાકિય બાબતોથી દુર રહેવું. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે રાહુગ્રહનું ભ્રમણ પ્રતિકુળ રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ઘણા સમય પછી ખુશીના સમાચાર લઈને આવે છે. તા. ૭-૩-૧૯ને ગુરૂવારે રાહુગ્રહના અઢાર માસના અશુભ બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી કાર્ય સફળતાના યોગ સાથે માનસિક શાંતિ પણ મળશે. નવા કાર્યોની શરૂઆત પણ લાભદાયી રહેશે. માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ યથાવત મળે છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે, સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને મંગળગ્રહનો બંધનયોગ અશુભફળ આપી શકે છે. તેમ છતાં તા. ૭ માર્ચથી રાહુગ્રહનું મીથનુ રાશીમાં આવવું આપને માટે લાભદાયી રહેશે. અપેક્ષા પ્રમાણેનું ફળ જરૂર મળશે. માત્ર અથાગ પ્રયાસ અને એકાગ્રતા કેળવવી જરૂરી બનશે. ઈચ્છીત સફળતા મેળવવા માટે ઉત્તમ સાય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળમદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શિવરાત્રીના શુભદિવસથી સપ્તાહની શરૂઆતથી જ આર્શીવાદ આપે છે. તા. ૭ માર્ચથી કોર ગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. અને રાહુ ગ્રહન ભાગ્ય સ્થાનમાં મીથુન રાશીના ઘરમાં ભ્રમણ કરશે. જે નસીબનો સહકાર આપશે તેમ છતાં શનીની દ્રષ્ટિ છે. તેથી આપની અપેક્ષા વધુ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે. આપના માટે શુક્રવારેના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશ.ે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શિવરાત્રીના શુભ દિવસથી મળી રહે છે તે સુચવે છે કે અઢાર માસ માટે શિવઉપાસના કરવાથી જ માનસીક શાંતિ અને કાર્ય સફળતા મળી શકે છે. કારણ કે રાહુ ગ્રહનો બંધનયોગ અને શનિ કેતુની પ્રતિયુતિથી અશુભ શાંતિ દોષ મળી રહ્યો છે. જે આપના માટે કપરૂ ફળ આપી શકે છે. મિલ્કત અને  વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે.  ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સફળ મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને દર બુધવારે વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ વાંચવાથી લાભ રહેશે.બ હેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યબાગથી રાહુગ્રહનના બંધનયોગથઈ મુક્તિ આપે છે જે આપના માટે શુભ સંદેશ છે. તેમ છતા જન્મના ચંદ્ર ઉપર શનીગ્રહ સામે રાહુ ગ્રહનું ભ્રમણ અશુભ શાપીતદોષનુ નિર્માણ કરે છે. અને ગુરૂગ્રહનો બંધનયોગ પણ મળે છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેશો તો જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશો કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનીવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી મંગળગ્રહનો બંધનયોગ અને શનીગ્રહની પનોતીનો પ્રથમ કપરો તબક્કો માનસીક અશાંતી આપી શકે છે. અને ૭ માર્ચથી કોરગ્રહ પણ સાથે બંધનયોગ આપશે માટે કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરશો તો રોગ શત્રુ સ્થાનમાં રાહુ ગ્રહ અઢારમાસ માટે આપના માટે ખુબજ શ્રેષ્ઠ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવુઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે. પણ તા.૭ માર્ચથી રાહુ ગ્રહનું ભ્રમણ સંતાન વિદ્યાભ્યાસ સ્થાનમાં અઢાર માસ માટે ધીરજ ધરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવુ સંતાન સંબધી કાર્યોમાં ઉતાવળા સાહસ કરવા વધુ પડતી અપેક્ષાનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શિવરાત્રીના શુભદિવસથી જ શીવઉપાસના કરવાનું સુચવે છે. તા.૭ માર્ચથી અડાર માસ માટે રાહુગ્રહનો બંધનયોગ સુખ સ્થાનમાં મળી રહ્યો છે. તેથી અકારણ ચિંતા અને વધુ પડતી અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેથી જેટલો આત્મવિશ્વાસ કેળવશો તેટલી સપળતા મળશે અને ધીરજ કેળવવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અન્યની સલાહ લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતીથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી શુભ સમાચાર મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

Previous articleમોરારીબાપુઃ બ્રહ્મત્વનો બ્રહ્માંડી તેજપુંજ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે