INX મીડિયા કેસમાં ઇન્દ્રાણી સરકારી સાક્ષી બનશે : કોર્ટે આપી મંજૂરી

370

દિલ્હીની વિશેષ કોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલા આઈએનએકસ મીડિયા ભ્રષ્ટાચાર મામલે ઈન્દ્રાણી મુખર્જીને સરકારી ગવાહ બનવાની અનુમતિ ગુરુવારે આપી દીધી. વિશેષ જજ અરૂણ ભારદ્વાજે આઈએનએકસમીડિયા મામલે પોતાની મરજીથી સરકારી ગવાહ બનાવવાને રાજી થયેલા મુખર્જીને માફી આપી દીધી. તેઓ પણ આ મામલે આરોપી હતા. કોર્ટે મુખર્જી માટે હાજર થવા વોરન્ટ જારી કર્યુ. તે એક અન્ય કેસમાં મુંબઈની જેલમાં કેદ છે. આઈએનએકસ મીડિયા કેસ વર્ષ ૨૦૦૭માં આઈએનએકસ મીડિયાને મળેલા પૈસા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ પાસેથી મંજૂરી મળવા સાથે જોડાયેલા છે.

૩૦૫ કરોડ રૂપિયાના આ હાઈ પ્રોફાઈલ કૌભાંડમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમનું પણ નામ સામેલ છે.સીબીઆઈઅને ઈડી કેસમાં તપાસ કરી રહી છે કે કેવીરીતે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્મબરને ૨૦૦૭માં વિદેશી નાણાં સંવર્ધન બોર્ડ પાસેથી આઈએનએકસ મીડિયા માટે મંજૂરી મળી ગઈ હતી જ્યારે તે સમયે નાણા મંત્રી પોતે તેમના પિતા પી. ચિદમ્બર હતા.

Previous articleફાયર સેફટીના નિયમોને સ્કુલો ઘોળીને પી ગઈ..!
Next articleકોંગ્રેસી ધારાસભ્યે અધિકારીને બાંધી કાદવથી નવડાવ્યો !