ઉચ્ચ શિક્ષણ પર બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું

473

દેશનું સામાન્ય બજેટ રજૂ કરતી વેળા નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ વર્ગોને પ્રભાવિત કરવાની જાહેરાત કરી હતી. બજેટમાં યુવાઓને લઇને પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રીએ બજેટ દરમિયાન ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર ભાર મુક્યો છે. આ ઉપરાંત રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે લઇને નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રીએ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામની શરૂઆત કરવાની વાત કરી હતી. બજેટ ૨૦૧૯માં યુવાઓ માટે નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રોજગારના ક્ષેત્રોમાં પણ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. આના માટે ઉચ્ચ શિક્ષણનું વાતાવરણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બને તે દિશામાં પહેલ થઇ રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાનોને વાકેફ કરાવતા નિર્મલા સીતારામને કેટલીક બાબતો રજૂ કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા દુનિયાની ટોપ ૨૦૦માં દેશની કોઇપણ શૈક્ષણિક સંસ્થા ન હતી પરંતુ આજે બે આઈઆઈટી સહિત ત્રણ સંસ્થાઓ આ યાદીમાં આવી ચુકી છે. આને વધુ આગળ લઇ જવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે રેગ્યુલેટરી સિસ્ટમમાં વધુ સુધારા કરવામાં આવનાર છે. દેશમાં ઉચ્ચ શિક્ષણનું વાતાવરણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સુવિધાઓ અને અન્ય પ્રવૃત્તિને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર ૪૦૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવશે. મહાત્મા ગાંધીના મૂલ્યોથી યુવાઓને વાકેફ કરવા માટે ગાંધીપિડિયા તૈયાર કરવામાં આવશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામાં આવશે જેમાં સંશોધનની ગતિવિધિને પ્રોત્સાહન આપવામાં આવશે. શિક્ષણની ગુણવત્તા વધે તે માટે વધારે પ્રયાસકરવામાં આવશે. નાણામંત્રી તરીકે પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતી વેળા સીતારામને ઉલ્લેખનીય યોજનાઓ રજૂ કરી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે જંગી ફાળવણી કરવામાં આવી રહી છે. બજેટમાં યુવાવર્ગ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિને વધુ સરળ અને આદર્શ બનાવવામાં આવશે. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે અનેક નવી પહેલ કરવામાં આવશે. આના માટે શિક્ષણનું સ્તર પણ અનેકગણુ વધુ વ્યવસ્થિત કરાશે.

Previous articleભારતીય રનર હિમા દાસે ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા
Next articleવિમા, મિડિયા, સિંગલ બ્રાન્ડ રિટેલમાં નિયમોમાં છુટછાટ